ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતી: પરાક્રમ દિવસ પર નેતાજીના જીવન વિશે જાણવા જેવી વાતો

  • subhash chandra bose birthday (23 જાન્યુઆરી 2025): દેશમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસનો ઉદ્દેશ્ય ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં નેતાજીના યોગદાનને સન્માનિત કરવાનું અને લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનું છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાખ બોઝ હતું. તેઓ કટકના પ્રખ્યાત વકીલ હતા. તેમની માતાનું નામ પ્રભાવતી હતું. સુભાષ ચંદ્ર નાનાપણથી મેઘાવી છાત્ર હતા. જેના કારણે તેમના પિતાએ તેમને ઓફિસર બનાવવા માગતા હતા. એજ્યુકેશનની વાત કરીએ તો, નેતાજીનું શરુઆત શિક્ષણ કટકની Stewart School અને Ravenshaw Collegiate Schoolમાં થયું. ત્યાર બાદ તેમણે કોલકાતાના પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો પણ તેમની ઉગ્ર રાષ્ટ્રવાદી ગતિવિધિઓના કારણે તેમને ત્યાંથી કાઢી મુક્યા. બાદમાં તેમણે 1918માં કલકત્તા વિશ્વવિદ્યાલયના સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી ફિલોસોફીમાં બીએની ડિગ્રી પ્રાપ્ત કરી. બાદમાં પિતાની ઈચ્છા અનુસાર, બોઝ ઈંગ્લેન્ડ જતા રહ્યા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. અહીં તેમણે ભારતીય સિવિલ સેવા પરીક્ષા તૈયારી કરી અને 1920 માં આ પરીક્ષાને સફળતાપૂર્વક પાસ કરી. જો કે જ્યારે તેમને નોકરી મળી તો તેમણે તેનો અસ્વીકાર કરી દીધો, કેમ કે તે અંગ્રેજોની ગુલામી કરવા નહોતા માગતા.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ બાદમાં લંડન છોડીને ભારત પાછા આવી ગયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય રીતે ભાગ લીધો. તેઓ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુના નજીકના સહયોગી હતા, પણ બાદમાં વૈચારિક મતભેદોના કારણે તેમને અલગ થઈ ગયા. બાદમાં 1939માં તેમણે ફોરવર્ડ બ્લોકનું ગઠન કર્યું. જેનો ઉદ્દેશ્ય ભારતમાં તમામ બ્રિટિશ વિરોધ તાકતોને એક કરવાનો હતો.

બોઝ 1943માં જર્મનીમાં જાપાન નિયંત્રિત સિંગાપુર પહોંચ્યા, જ્યાંથી તેમણે પ્રસિદ્ધિ દિલ્હી ચલો નારો આપ્યો હતો. અહીં તેમણે ભારતીય રાષ્ટ્રીય સેનાની કમાન સંભાળી, આ સેનાનું ગઠન પહેલી વાર મોહન સિંહ અને જાપાની મેઝર ઈવિચી ફુઝિવારાએ નેતૃત્વ કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય સશસ્ત્ર વિદ્રોહ દ્વારા ભારતમાં બ્રિટિશ શાસનને ઉખેડી ફેંકવાનો હતો. ભારતને આઝાદી અપાવવામાં ભારતીય રાષ્ટ્રીય સેનાના સિપાહીઓનું મોટુ બલિદાન હતું. સેનાના ગઠનથી રાષ્ટ્રવાદી ભાવનાઓ સાથે સ્વતંત્રથાની આંકક્ષાઓ વધવા લાગી. એવું માનવામાં આવે છે કે, સુભાષ ચંદ્ર બોઝનું મૃત્યુ 18 ઓગસ્ટ 1945 એક વિમાન દુર્ઘટનામાં થયું હતું, પણ આજ સુધી નેતાજીના મૃત્યુના કોઈ પુરાવા મળ્યા નથી.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: જલગાંવ રેલ દુર્ઘટનામાં મૃત્યુનો આંક 13 થયો, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મહારાષ્ટ્ર સરકારે આર્થિક મદદની જાહેરાત કરી

Back to top button