ટ્રેન્ડિંગનેશનલ

લ્યો બોલો! દીકરા માટે શોધેલી કન્યા પિતાને ગમી ગઈ, ઘરમાં પત્નીની જગ્યાએ મા બનીને આવતા યુવક સાધુ બન્યો

Text To Speech

નાસિક, 11 જાન્યુઆરી, 2025: મહારાષ્ટ્રના નાસિકમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પિતાએ દીકરાની થનારી પત્ની એટલે કે મંગેતર સાથે ખુદ લગ્ન કરી લીધા. પિતાની હરકતથી દીકરાને એટલો આઘાત લાગ્યો કે તેણે સાંસારિક જીવનનો ત્યાગ કરતા સંન્યાસને રસ્તો પસંદ કર્યો અને તે સાધુ બની ગયો. નાસિકની આ ઘટના ખૂબ જ ચર્ચામાં છે. પિતા દ્વારા દીકરાની મંગેતર છીનવી લેવાનો આ કિસ્સો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

મુહૂર્ત પહેલા લગ્ન કરી લીધા

જાણકારી અનુસાર, દીકરાનો સંબંધ નક્કી થઈ ગયો હતો. બંને ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી. લગ્ન પહેલાની તમામ રસમો પુરી થઈ ગઈ હતી. આ દરમ્યાન છોકરાના પિતાએ મુહૂર્ત પહેલા ગુપચૂપ રીતે દીકરાની થનારી પત્ની સાથે ખુદ લગ્ન કરી લીધા. સામે આવ્યું છે કે દીકરા માટે જે છોકરીને પસંદ કરી હતી, તેની સાથે જ દીકરાના પિતાને પ્રેમ થઈ ગયો. દીકરાના લગ્ન થાય તે પહેલા જ મુહૂર્ત જોયા વિના દીકરાના બાપે લગ્ન કરી લીધા.

અણીના સમયે મોટો ઝટકો આપ્યો

અણીના સમયે લગ્ન નહીં થતાં આઘાતમાં ગયેલા યુવકે સંન્યાસ લેવાનું પસંદ કર્યું. પિતાના લગ્ન કર્યા બાદ યુવકે સાધુનું જીવન પસંદ કરી લીધું અને થોડો સામાન લઈને રસ્તા પર રહેવા આવી ગયો. પરિવારના લોકોએ બીજા લગ્નની કોશિશ કરી અને પિતા સાથે અલગ રહેવાનો વિકલ્પ આપ્યો, પણ યુવક સાધુ બનવાના નિર્ણય પર અડગ રહ્યો. એવું પણ સામે આવ્યું કે, દીકરાના લગ્ન માટે પિતાએ જ વાત કરી હતી. પણ ખુદને પ્રેમ થઈ જતાં પિતાએ દીકરા પહેલા પોતાના લગ્ન કરી નાખ્યા.

આ પણ વાંચો: અમારે ઘરે આવવું છેઃ સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરે કરી દર્દભરી અપીલઃ જાણો શું કહ્યું?

Back to top button