ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

નાસાની આર્થિક સ્થિતિ બગડી? ચંદ્ર મિશનને ઝટકો, રોવર કાર્યક્રમ કર્યો રદ

  • આ મિશનના વિકાસ પર અત્યાર સુધીમાં લગભગ 450 મિલિયન ડોલરનો થયો છે ખર્ચ
  • નાસાએ આજે ચંદ્ર પર રોવર લેન્ડ કરવાના મિશનને રદ કરવાની કરી જાહેરાત

વોશિંગટન, 18 જુલાઈ : નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) એ આજે ગુરુવારે ચંદ્ર પર રોવર લેન્ડ કરવાના મિશનને રદ કરવાની જાહેરાત કરી છે. આ માટે સ્પેસ એજન્સીએ ખર્ચમાં વધારો અને પ્રક્ષેપણમાં વિલંબનો ઉલ્લેખ કર્યો હતો. એજન્સીના ચંદ્ર સંશોધન કાર્યક્રમ માટે આને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. નાસાના જણાવ્યા અનુસાર, તેણે આ મિશનના વિકાસ પર અત્યાર સુધીમાં લગભગ 450 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.

મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ અને અન્ય સંસાધનોનું કરવાનું હતું શોધ

નાસાના સાયન્સ મિશન ડિરેક્ટોરેટના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર નિક્કી ફોક્સે કહ્યું, “આના જેવા નિર્ણયો ક્યારેય સરળ નથી હોતા.” પરંતુ આ કિસ્સામાં, VIPER (વોલેટાઇલ્સ ઇન્વેસ્ટિગેટિંગ પોલર એક્સપ્લોરેશન રોવર) માટે બાકીના અંદાજિત ખર્ચને કારણે અન્ય ઘણા મિશનને રદ કરવાની ફરજ પડી હશે. નાસાના આર્ટેમિસ ચંદ્ર રોવર (VIPER) નું મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ અને અન્ય સંસાધનોનું શોધ કરવાનું હતું.

આ પણ વાંચો : છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ, 2 જવાન શહીદ, ચાર ઘાયલ

મિશનનો ખર્ચ વધીને $606.6 મિલિયન થવાનો અંદાજ હતો

રોવરને એસ્ટ્રોબોટિક ટેક્નોલોજી દ્વારા પ્રદાન કરવામાં આવેલા લેન્ડર પર 2023 માં લોન્ચ કરવાની યોજના હતી. પરંતુ, 2022 માં, નાસાએ ગ્રિફીન લેન્ડર વાહનના પ્રીફ્લાઇટ પરીક્ષણ માટે વધુ સમય આપવા માટે, 2024 ના અંત સુધી લોન્ચમાં વિલંબ કરવાની વાત કરી. આ પછી લોન્ચની તારીખ લંબાવીને સપ્ટેમ્બર 2025 કરવામાં આવી હતી. જ્યારે, મિશનનો ખર્ચ વધીને $606.6 મિલિયન થવાનો અંદાજ હતો.

ભવિષ્યના ચંદ્ર મિશન માટે VIPERના સાધનો અને ઘટકોનો ફરીથી કરાશે ઉપયોગ

સાયન્સ મિશન ડિરેક્ટોરેટમાં એક્સપ્લોરેશન માટેના ડેપ્યુટી આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટર જોએલ ક્રીએન્સે જણાવ્યું હતું કે, રોવર સંપૂર્ણ રીતે તૈયાર હતું. પરંતુ એવા કોઈ પરીક્ષણો ન હતા જે સાબિત કરી શકે કે તે લોન્ચનો સામનો કરી શકે છે. યુએસ સ્પેસ એજન્સી હવે ભવિષ્યના ચંદ્ર મિશન માટે VIPER ના સાધનો અને ઘટકોને ડિસએસેમ્બલ કરવાની અને ફરીથી ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો : VIDEO : ચીનમાં મોટી દુર્ઘટના, શોપિંગ મોલમાં આગ લાગતા 16 લોકોના મૃત્યુ, 30ને બચાવી લેવાયા

Back to top button