ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

NASAનું આર્ટેમિસ-1 ‘મિશન મૂન’ પર નીકળ્યું, કેનેડી સ્પેસ સેન્ટરથી સફળ પ્રક્ષેપણ

Text To Speech

અમેરિકન સ્પેસ સેન્ટર NASA તેના મિશન મૂન માટે તૈયાર છે. નાસા મિશન મૂન માટે દોઢ મહિના પછી ફરી એકવાર તેનું Artemis-1 રોકેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તે તેના લોન્ચિંગ સમયથી લગભગ 10 મિનિટ મોડું રિલીઝ થશે. અગાઉ તેને ભારતીય સમય અનુસાર રાત્રે 11.34 કલાકે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવાનું હતું. NASAનો આ ત્રીજો પ્રયાસ છે, આ પહેલા ટેકનિકલ ખામીના કારણે આ રોકેટનું લોન્ચિંગ 2 વખત રોકવું પડ્યું હતું.

10 મિનિટ માટે લોન્ચિંગ રોકવું પડ્યું

NASAના આર્ટેમિસ-1 મૂન મિશનનું લોન્ચિંગ 10 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. લૉન્ચ કરતા પહેલા જ ફરીથી કેટલીક ટેકનિકલ ખામીઓ આવી હતી. જેને વિજ્ઞાનીએ દૂર કર્યો હતો. NASAએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

અગાઉ 2 પ્રયાસ નિષ્ફળ

પહેલા તેને 29 ઓગસ્ટ અને પછી 03 સપ્ટેમ્બરે લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ટેક્નિકલ સમસ્યાઓ અને ખરાબ હવામાનને કારણે તેને યોગ્ય સમયે રોકી દેવામાં આવ્યું હતું. NASA દ્વારા 03 સપ્ટેમ્બરે તેનું પ્રક્ષેપણ અટકાવ્યા બાદ ખરાબ હવામાનને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. નાસાએ જણાવ્યું હતું કે તાજેતરમાં ફ્લોરિડામાં આવેલા વાવાઝોડા નિકોલના કારણે લોન્ચિંગ પેડને ઘણું નુકસાન થયું છે.

વાવાઝોડાને કારણે એક ભાગ ઢીલો પડી ગયો

વાવાઝોડાને કારણે અવકાશયાનનો એક ભાગ ઢીલો પડી ગયો હતો. જોકે હવે તેને ઠીક કરી દેવામાં આવ્યું છે. રોકેટમાં હાઇડ્રોજન લીકેજની સમસ્યા આજે સવારે જ સામે આવી હતી, પરંતુ વૈજ્ઞાનિકોએ તેને સમયસર સુધારી લીધી છે.

અમેરિકા 50 વર્ષ પછી ફરી ચંદ્ર મિશન પર

લગભગ 50 વર્ષ બાદ અમેરિકા ફરી મિશન મૂન પર જોડાયું છે. Artemis-1ની મદદથી મનુષ્યને ચંદ્ર પર મોકલવાની તૈયારી. આ સમગ્ર અભિયાનને 3 ભાગમાં આર્ટેમિસ-1, આર્ટેમિસ-2 અને આર્ટેમિસ-3માં વહેંચવામાં આવ્યું છે. Artemis-1ની સફળતા બાદ 3 વર્ષ બાદ ફરી ચંદ્ર પર માનવીના પગલાં ભરાશે.

Back to top button