ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

નાસા બનાવશે સ્પેશિયલ પાવર પ્લાન્ટ, જેથી ચંદ્ર પર નહીં થાય ઊર્જાની સમસ્યા

Text To Speech

NASA, 06 ફેબ્રુઆરી : નાસાએ ચંદ્ર અને મંગળ માટે ઊર્જાની સમસ્યા હલ કરવામાં મોટી સિદ્ધિ મેળવી છે. તેણે એવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે જે 10 વર્ષ સુધી ચંદ્ર પર વીજળી પૂરી પાડવા સક્ષમ હશે. જો સફળ થશે તો તેનો ઉપયોગ મંગળ માટે પણ થશે. નાસાએ પૃથ્વીની બહારના પરમાણુ પાવર પ્લાન્ટ્સમાંથી વીજળી ઉત્પન્ન કરવાની યોજનાનો પ્રારંભિક તબક્કો પૂર્ણ કર્યો છે, જે મંગળ અને ચંદ્ર પરના ભાવિ મિશન માટે ઊર્જા પ્રદાન કરવા માટેનું એક મોટું પગલું હોવાનું વિજ્ઞાનિઓ માને છે.

ફિશન સરફેસ પાવર પ્રોજેક્ટ નામના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એક નાનું ન્યુક્લિયર ફિશન રિએક્ટર બનાવવાનું છે જે અવકાશયાત્રીઓ માટે ઊર્જા ઉત્પન્ન કરશે. લાંબા અંતરિક્ષ મિશન માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. NASA એ 2022 માં તેના વ્યવસાયિક ભાગીદારો સાથે 50 લાખ ડૉલરમાં કરાર કર્યા હતા, જેમાં દરેક પ્રોજેક્ટની નાના રિએક્ટરનની ડિઝાઇન હોય.

ચંદ્ર અને મંગળ પરની આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ તરીકે  ગણાવી શકાય. જેથી, માનવી એક દાયકા સુધી ચંદ્ર પર રહી શકશે. તેમજ, સૂર્યને ચંદ્ર પર ઊર્જાનો સતત સ્ત્રોત ગણાવી શકાય નહીં કારણ કે ત્યાં 30માંથી માત્ર 15 દિવસ જ સૂર્યપ્રકાશ રહે છે. જ્યારે પરમાણુ ઉર્જાને નિયંત્રિત કરવામાં આવે તો તે સતત ઉર્જા પ્રદાન કરી શકે છે.

આ ઉઆપરાંત, નાસાએ જણાવ્યું હતું કે રિએક્ટરનું વજન છ મેટ્રિક ટનથી ઓછું હોવું જોઈએ અને તે 40 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ હોવું જોઈએ જે એક દાયકા સુધી પોતાની જાતે કામ કરી શકે. જેમાં સુરક્ષાને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હતું.

આગળના તબક્કામાં નાસા આ સૂચનોને અમલમાં મૂકશે અને તે પછી લોન્ચમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ આ તબક્કામાં રિએક્ટરની અંતિમ ડિઝાઇનનું નિદર્શન પણ કરવામાં આવશે. નાસા 2025 માં અંતિમ તબક્કાની શરૂઆત કરશે. જેથી તે 2030 ના દાયકાની શરૂઆતમાં ચંદ્ર પર આ ટેકનોલોજી મોકલવા માટે તૈયાર થઈ જાય. આ રિએક્ટર એક વર્ષ સુધી ચંદ્ર પર પ્રદર્શન તરીકે કામ કરશે, ત્યારબાદ તે નવ વર્ષ સુધી કામ કરવાનું ચાલુ રાખશે. જો સફળ થશે તો મંગળ માટે પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો : પૃથ્વી પરનું સૌથી સૂકું સ્થળ, જ્યાં વર્ષોથી વરસાદ નથી પડ્યો 

Back to top button