નાસા તેની લેબમાંથી 8% કર્મચારીઓની છટણી કરશે, કહ્યું- આ એક દર્દનાક નિર્ણય છે


NASA, 08 ફેબ્રુઆરી : નાસા તેની સૌથી મોટી લેબોરેટરી જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) માંથી 8 ટકા કર્મચારીઓને છૂટા કરશે. નાસાએ નિર્ણય લીધો છે કે તે JPL માંથી 530 કર્મચારીઓને છૂટા કરશે અને 40 કોન્ટ્રાક્ટરો સાથે કરાર પણ સમાપ્ત કરશે. પ્રયોગશાળાએ તેના નિવેદનમાં લખ્યું છે કે આનાથી અમારા ટેકનિકલ અને સપોર્ટ ક્ષેત્રોને અસર થશે. પરંતુ આ એક પીડાદાયક અને જરૂરી નિર્ણય છે.

બજેટની ફાળવણી યોગ્ય રીતે થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવું કરવાથી સંતુલન પણ બનાવી શકાશે. સાથે જ JPL અને તેના લોકો નાસા અને દેશ માટે મહત્વપૂર્ણ કાર્ય કરવાનું ચાલુ રાખશે. જેપીએલનું મુખ્ય મથક લોસ એન્જલસમાં છે. JPL માટેનું ભંડોળ તો સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે પરંતુ તેનું સંચાલન કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એટલે કે CALTECH કરે છે.

આ સેન્ટર પાસે ઘણા મોટા મિશન છે. જેમ કે, મંગળ પર મોકલવામાં આવેલા ક્યુરિયોસિટી (Curiosity) અને પર્સિવરેન્સ (Perseverance) રોવર મિશન. પર્સિવરેન્સનું મુખ્ય કાર્ય મંગળ પરના સેમ્પલ એકત્રિત કરીને તેને પૃથ્વી પર પાછા મોકલીને JPLને પહોંચાડવાનું છે. જેપીએલ મંગળના આ નમૂનાની તપાસ કરશે. જેથી ત્યાં માનવ વસાહત સ્થાપી શકાય અને ત્યાં જીવન છે કે નહીં તે શોધી શકાય.

ગયા વર્ષે આ મિશનનું બજેટ 8 થી 11 અબજ ડૉલર હતું. એટલે કે રૂ. 66.36 હજાર કરોડથી રૂ. 91.25 હજાર કરોડ રૂપિયા. આટલા મોટા બજેટે કેટલાક અમેરિકન સાંસદોની નજર પડી ગઈ તેણે કહ્યું કે આ ખૂબ જ વધારે છે. તેથી હવે તેમાં 63 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેથી, પ્રયોગશાળાએ તેના રોબોટિક પ્લેનેટરી એક્સપ્લોરેસન મિશન સાથે સંકળાયેલા લોકોની છટણી કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : ભારત અને રશિયા દ્વારા બનાવવામાં આવી રહેલી બ્રહ્મોસ-NG મિસાઇલ કેટલી શક્તિશાળી હશે