ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

NASAએ સૌરમંડળની અદ્દભૂત તસવીરો શૅર કરી, લોકોએ બનાવટી હોવાનો કર્યો દાવો

વૉશિંગ્ટન (અમેરિકા), 05 મે 2024: અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ સૌરમંડળના ગ્રહોની નવી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ફોટોમાં શનિ, મંગળ અને પૃથ્વી ઉપરાંત પેરિડિયા ગ્રહનો અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે. નાસાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે પેરિડિયા ગ્રહ આપણા સૌરમંડળના ગ્રહ શનિ જેવો દેખાય છે. બંને ગ્રહો વચ્ચે ઘણી સામ્યતા છે. જો કે, નાસાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકો તરફથી અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઘણા લોકો NASAની આ તસવીરોને અસલી માનવાનો ઈન્કાર કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે નાસાની આ તસવીરો ફોટોશૉપ કરેલી છે.

 

View this post on Instagram

 

A post shared by NASA (@nasa)

NASAએ પેરિડિયા, શનિ, મંગળ અને પૃથ્વીની અદભૂત તસવીરો Instagram પર શેર કરતાં લખ્યું છે કે, આપણું સૌરમંડળ લાંબા સમય પહેલા અહીં એક ગેલેક્સીમાં બન્યું હતું. જો કે, આપણા સૌરમંડળના ગ્રહોની જેમ, પેરીડિયા ગ્રહમાં પણ ઘણી સામ્યતાઓ છે. નાસાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, “પેરિડિયા શનિ જેવો દેખાય છે, જે આપણા સૌરમંડળનો સૌથી ભવ્ય દેખાતો ગ્રહ છે. શનિનો રંગ ભૂરો દેખાય છે. તેની આસપાસના રિંગ્સ બ્રાઉન છે.

@NASA

NASAએ પોતાની પોસ્ટમાં લખ્યું છે – મંગળ પર ટેકરાઓ, પર્વતો અને મેદાનો સાથે સૂકી લાલ રંગની જમીન દેખાઈ રહી છે. જો કે, નાસા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી નવી તસવીરોએ ઈન્ટરનેટ યુઝર્સને ચોંકાવી દીધા છે. લોકોની અનેક પ્રતિક્રિયાઓ સામે આવી છે.

@NASA

એકે કમેન્ટ કરતાં લખ્યું કે, “આપણી પૃથ્વી સૌથી સુંદર છે.” બીજાએ લખ્યું, “શનિ પર જીવન વધુ સારું દેખાઈ રહ્યું છે.” એક યુઝરે લખ્યું, “શનિ, અદ્દભુત દેખાઈ રહ્યો છે, અત્યાર સુધી જોવામાં આવેલી શનિની તસવીરમાંથી આ તસવીર સૌથી સુંદર દેખાઈ રહી છે.

@NASA

જો કે, નાસાની આ ફોટો પર કેટલાક ઇન્ટરનેટ યુઝર્સે નારાજગી પણ વ્યક્ત કરી છે. લોકોએ દાવો કર્યો છે કે, આ તસવીર રિયલ- નથી દેખાઈ રહી. એવું લાગી રહ્યું છે કે, જાણે ફોટોશૉપ છે. એક યુઝરે પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું કે, શું આ ફોટોશૉપ છે? બીજા એકે લખ્યું કે, તમે પિક્સલ જોઈને અસલી કે નકલીનો અંદાજો સરળતાથી લગાવી શકો છો. જો કે, આ તમામ તસવીરોને NASAએ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે. તો બીજી તરફ, લોકો આ તસવીરોને બનાવટી ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: NASAના વોયેજર-1ને મળ્યું નવું જીવન, 24 અબજ કિમી દૂરથી મોકલ્યું સિગ્નલ

Back to top button