સાયન્સ એન્ડ ટેકનોલોજી

મંગળ પર દોરાની ગુંચ જેવી આકૃતિ મળી, પછી થઇ ગઈ ગાયબ, જુઓ ફોટા

Text To Speech

યુએસ સ્પેસ એજન્સી નાસાના પર્સિવરેન્સ રોવરે મંગળની સપાટી પર એક વિચિત્ર ગુંચવાયેલા દોરાના આકારની આકૃતિ શોધી છે. નાસાએ તેને ગૂંચવાયેલા તારનો ગુંચવડો ગણાવ્યો છે. જ્યારે તાર ગૂંચાઈ જાય ત્યારે તેનો આકાર આવો દેખાય છે.

મંગળ પર દોરાની ગુંચ જોવા મળી 

લાંબા સમય સુધી આ વિચિત્ર થ્રેડની તસવીરોની તપાસ કર્યા પછી નાસાના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે તે શું છે. હકીકતમાં ફેબ્રુઆરી 2021માં પર્સિવરેન્સ રોવરનું ઉતરાણ મંગળના જે ઝીરો ક્રેટરમાં થયું હતું. રોવરના લેન્ડિંગ દરમિયાન મોટા પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે પેરાશૂટ અથવા બેકશેલના થર્મોકવરના ગંઠાયેલ વાયર અથવા થ્રેડનો ભાગ હોઈ શકે છે.

નાસાએ ફોટો રજુ કર્યો 

તેની તસવીર પર્સિવરેન્સ રોવરના તળિયે સ્થાપિત જમણી બાજુના હેઝાર્ડ અવોઈડન્સ કેમેરા દ્વારા લેવામાં આવી હતી. જેમાં તમે જોઈ શકો છો કે તેની નીચે ગૂંચવાયેલો દોરો દેખાઈ રહ્યો છે. આ પછી રોબોટિક આર્મ્સએ નીચેની તરફ આવીને તેની નજીકની તસવીર લીધી. જેથી કરીને જાણી શકાય કે આખરે આ વસ્તુ શું છે. જ્યારે રોબોટિક આર્મ્સ તેનું ચિત્ર લઈ રહ્યો હતો  ત્યારે ગૂંચવાયેલો દોરો એક પથ્થર પર પડેલો હતો

દોરાની ગુંચ ફરી ગાયબ થઇ ગઈ

નાસાના વૈજ્ઞાનિકો માને છે કે મંગળ પર ફૂંકાતા પવનને લીધે આ દોરાની ગુંચ પર્સિવરેન્સ રોવરની આસપાસ ફસાઈ ગઈ હશે. કારણ કે રોવર પેરાશૂટ ઉતર્યું તેનાથી ઘણું દૂર છે. આ દોરાની ગુંચ પેરાશૂટ પાસે મળી હોત તો સમજી શકાય. પરંતુ આટલા દુર કોઈ દોરો જાતે ના આવી શકે. કેમ કે થોડા દિવસ પછી આ દોરાની ગુંચ ગાયબ થઇ ગઈ હતી. ફરી હવાના લીધે તે બીજે ક્યાંક ઉડી ગયો હતો

રોવર સેમ્પલ એકઠા કરી રહ્યું છે 

રોબોટિક આર્મ્સના ટરેટ પર કેટલાય વૈજ્ઞાનિક કેમેરા, મિનરલ અને કેમિકલ અનાલાઈજર્સ લાગેલા છે. જે એ તપાસ કરી રહ્યા છે કે મંગળ પર જીવન પહેલા હતું કે નહીં. રોવર તેના પેટમાં કેટલાક સેમ્પલ પણ સ્ટોર કરી રહ્યું છે જેથી ભવિષ્યમાં તે સેમ્પલને પૃથ્વી પર લાવીને તેનું પરીક્ષણ કરી શકે. ત્યાંની માટી અને પથ્થરોના નમૂનાઓમાંથી મંગળ વિશે વધુ માહિતી મેળવી શકીએ.

Back to top button