ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર પાછા ફરવાની સંભાવના અંગે NASAએ આપ્યું મોટું નિવેદન

Text To Speech
  • સ્પેસ સ્ટેશન પર ખાસ મિશન માટે મોકલવામાં આવેલું અંતરિક્ષયાત્રીઓનું ગ્રુપ ફસાઈ ગયું  

વોશિંગ્ટન DC, 29 જૂન: અમેરિકા દ્વારા સ્પેસ સ્ટેશન પર ખાસ મિશન પર મોકલવામાં આવેલું અંતરિક્ષયાત્રીઓનું એક ગ્રુપ અંતરિક્ષયાનમાં ખામીને કારણે ત્યાં અટવાઈ ગયું છે. ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સનો પણ આ અંતરિક્ષયાત્રીઓમાં સમાવેશ થાય છે. સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં ખામી સર્જાયા બાદ સુનિતા વિલિયમ્સની વાપસી માટે કેટલી આશા બાકી છે તે અંગે નાસાએ એક મોટું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે, તેના બે અંતરિક્ષયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લાંબા સમય સુધી રોકાશે, કારણ કે તેઓ બોઇંગના નવા સ્પેસ કેપ્સ્યુલમાં તેમની યાત્રા દરમિયાન આવતી સમસ્યાઓનું સમાધાન કરી રહ્યા છે.

 

નાસાએ નિવેદનમાં શું કહ્યું?

નાસાએ શુક્રવારે અંતરિક્ષયાત્રીઓના પરત ફરવાની કોઈ તારીખ આપી ન હતી, પરંતુ જણાવ્યું હતું કે, “તેઓ સુરક્ષિત છે.” નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું કે, “અમે પાછા ફરવાની કોઈ ઉતાવળમાં નથી.” નાસાના અનુભવી પરીક્ષણ પાઇલટ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 5 જૂને બોઇંગના સ્ટારલાઇનરમાં અંતરિક્ષમાં ફરતી પ્રયોગશાળા માટે રવાના થયા હતા. વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની સાથે બોઈંગનું ‘ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશન’ વર્ષોના વિલંબ અને નિષ્ફળતાઓ પછી ફ્લોરિડામાં ‘કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશન’થી ઉપડ્યું હતું.

સુનિતા વિલિયમ્સને 1 અઠવાડિયા પછી પૃથ્વી પર પરત આવવાનું હતું 

વિલિયમ્સ અને વિલ્મોર લગભગ એક અઠવાડિયા સુધી અંતરિક્ષમાં રહેશે તેવી અપેક્ષા હતી, જે કેપ્સ્યુલની તપાસ કરવા માટે પૂરતો સમય હતો, પરંતુ અંતરિક્ષયાનને આગળ ધપાવવા માટે ઉપયોગમાં લેવાતી કેપ્સ્યુલની પ્રોપલ્શન સિસ્ટમમાં સમસ્યાઓના કારણે નાસા અને બોઇંગને તેમની પૃથ્વી પર પાછા ફરવાની યોજના ઘણી વાર સ્થગિત કરવી પડી. જેનાથી પૃથ્વી પર તેમના સુરક્ષિત પાછા ફરવાની ચિંતા વધી છે.

આ પણ જુઓ: ISROએ આપ્યા ગુડ ન્યૂઝ, ચંદ્રયાન 4 ઇતિહાસ સર્જવાની તૈયારીમાં

Back to top button