ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

સુનીતા વિલિયમ્સ સહિત અંતરીક્ષયાત્રીઓની વાપસી પર NASAએ આપ્યું મોટું અપડેટ, જાણો શું કહ્યું

Text To Speech
  • અંતરીક્ષયાત્રીઓ ક્યારે પરત ફરશે તેની કોઈ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી: NASA

વોશિંગ્ટન DC, 26 જુલાઇ: US સ્પેસ એજન્સી  NASAએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અવકાશયાત્રીઓની વાપસીને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. નાસાએ કહ્યું છે કે, “અંતરીક્ષયાત્રીઓ ક્યારે પરત ફરશે તેની કોઈ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. જ્યાં સુધી ઇજનેરો બોઇંગ ‘કેપ્સ્યુલ’માં સમસ્યાઓનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી અંતરીક્ષયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેશે” તેમ અધિકારીઓએ ગુરુવારે માહિતી આપી હતી. NASAના બે અંતરીક્ષયાત્રીઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પાછા ફરવામાં એક મહિનાથી વધુ સમય વિલંબિત થયા છે. ટેસ્ટ પાયલટ બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ લગભગ એક સપ્તાહ સુધી સ્પેસ લેબમાં રહેવાના હતા અને જૂનના મધ્યમાં પાછા ફરવાના હતા, પરંતુ બોઇંગના નવા સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં થ્રસ્ટરમાં ખામી અને હિલીયમ લીક થવાને કારણે NASA અને બોઇંગને થોડા સમય માટે ત્યાં રોકાવાની ફરજ પડી હતી.

 

પાંચ થ્રસ્ટર્સ આવી ગરબડી 

નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે, મિશન મેનેજર પરત ફરવાની તારીખ જાહેર કરવા તૈયાર નથી. એન્જીનિયરોએ ગયા અઠવાડિયે ન્યૂ મેક્સિકોના રણમાં એક સ્પેયર થ્રસ્ટર પર પરીક્ષણો પૂર્ણ કર્યા હતા કારણ કે તે જાણી શકાય કે, ‘ડોકિંગ’ દરમિયાન શું ખોટું થયું? અને પૃથ્વી પર પાછા ફરવાની તૈયારી કરી શકાય. પ્રસ્થાન પછીના એક દિવસ પછી 6 જૂને કેપ્સ્યુલે સ્પેસ સ્ટેશનની નજીક પહોંચતા જ તેના પાંચ થ્રસ્ટર્સમાં ખામી અનુભવી હતી. ત્યારથી ચાર ફરી શરૂ કરવામાં આવ્યા છે.

ખાનગી કંપનીઓ કરી રહી છે કામ 

સ્પેસ શટલને સેવામાંથી હટાવ્યા બાદ, નાસાએ અતંરીક્ષયાત્રીઓની સ્પેશ સ્ટેશન પર અવર-જવર માટે ખાનગી કંપનીઓને કામ પર રાખ્યા છે, જેના માટે બોઇંગ અને SpaceXને અબજો ડોલર ચૂકવવામાં આવ્યા છે. આ બોઈંગની પહેલી પરીક્ષણ ઉડાન હતી જેમાં ક્રૂ મેમ્બર સવાર હતા. જ્યારે સ્પેસએક્સ 2020થી મનુષ્યને અવકાશમાં લઈ જઈ રહ્યું છે.

આ પણ જૂઓ: સુનીતા વિલિયમ્સ અવકાશમાંથી ક્યારે ફરશે પરત?

Back to top button