ટોપ ન્યૂઝવર્લ્ડવિશેષ

અંતરિક્ષની દુનિયાના ખૂલ્યા નવા દ્વાર, પૃથ્વીને બચાવવાનાં મિશનમાં મળી સફળતા

Text To Speech

આજના દિવસે અંતરીક્ષના નવા દ્વાર ખુલ્યા છે. થોડા સમય પહેલા જ 4.45 કલાકે નાસાએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. સ્પેસ એજન્સીએ પૃથ્વીને એસ્ટરોઇડ્સથી બચાવવા માટે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ અંતર્ગત તેમનું ડાર્ક મિશન હાથ ધર્યું. લઘુગ્રહની દિશા અને ગતિ બદલવાનો નાસાનો પ્રયોગ સફળ રહ્યો હતો. જોકે ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે.

અંતરિક્ષની દુનિયાના ખૂલ્યા નવા દ્વાર

ડીડીમોસ અને તેના નાના ભાઈ ડિમોર્ફોસથી પૃથ્વીને હવે કોઈ ખતરો નથી ડાર્ટ મિશન 10 મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આટલા લાંબા સમય સુધીની યાત્રા બાદ DART પૃથ્વીથી લગભગ 11 મિલિયન કિલોમીટર દૂર ડિમોર્ફોસ સાથે અથડાયું. મિશન સફળ રહ્યું. હવે નાસાના વૈજ્ઞાનિકો આ ટક્કરને કારણે ડિમોર્ફોસની દિશા બદલાઈ કે નહીં તેની તપાસમાં વ્યસ્ત છે.જો કે તેની માહિતી થોડા સમય બાદ સામે આવશે. પરંતુ પહેલા આપણે જાણીએ કે આ મિશન પાછળનું વિજ્ઞાન શું છે? તેણે આ કામ આટલી સફળતાપૂર્વક કેવી રીતે કર્યું?

પૃથ્વીને બચાવવાનાં મિશનમાં મળી સફળતા

સૌથી પહેલા આપણે જાણીએ કે આ મિશન આટલું મહત્વનું કેમ હતું? …સામાન્ય રીતે મોટાભાગના એસ્ટરોઇડ અને ધૂમકેતુઓ જોખમી નથી. ભવિષ્યમાં ક્યારેય નહીં હોય. પરંતુ તેઓ સંભવિત જોખમમાં ગણાય છે. જેને પોટેન્શિયલ હેઝાર્ડસ ઓબ્જેક્ટ્સ (PHOs) કહેવામાં આવે છે. જો તેઓ 100થી 165 ફૂટ વ્યાસ અથવા મોટા હોય અને સૂર્યની પરિક્રમા કરતા હોય. તેમનું અંતર પૃથ્વીથી 8 મિલિયન કિલોમીટર સુધીનું હોય તેવા એસ્ટરોઇડ પર નાસા અને વિશ્વભરના વૈજ્ઞાનિકો પૃથ્વી અને અવકાશમાં ટેલિસ્કોપની મદદથી તેમના પર નજર રાખે છે.

એસ્ટેરોઇડ સાથે સ્પેસક્રાફ્ટની ટક્કર

આ એસ્ટરોઇડ્સને પૃથ્વીની નજીકના પદાર્થો (NEO’s) કહેવામાં આવે છે. નાસાનું સેન્ટર ફોર નીયર અર્થ ઓબ્જેક્ટ્સ સ્ટડીઝ (CNEOS) આના પર અભ્યાસ કરવાનું ચાલુ રાખે છે. આ કેન્દ્રની સાથે સાથે દુનિયાભરના વૈજ્ઞાનિકો અવકાશ તરફ નજર કરીને જોતા રહે છે કે પૃથ્વીની દિશામાં કોઈ મોટો પથ્થર આવી રહ્યો છે કે કેમ. જે ખતરો બની શકે છે. તેથી નાસાએ આવા એસ્ટરોઇડ્સને રોકવા અથવા તેમની દિશા બદલવા માટે આ મિશન કર્યું હતું. જેણે સફળતા હાંસલ કરી છે. હવે આ ટેક્નિકની મદદથી એસ્ટરોઇડની દિશા પણ વધુ બદલી શકાશે.

Back to top button