ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

SpaceXની બીજી ટેસ્ટ ફ્લાઇટના લોન્ચિંગ પર નાસાએ પાઠવ્યા અભિનંદન

  • SpaceXએ સૌથી મોટું પ્રક્ષેપણ વાહન સ્ટારશિપની બીજી ટેસ્ટ ફ્લાઇટનું કર્યું લોન્ચિંગ
  • લોન્ચિંગ પર નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સએ સમગ્ર ટીમને પાઠવ્યા અભિનંદન
  • પ્રથમ ટેસ્ટ ફ્લાઇટની જેમ બીજી ટેસ્ટ ફ્લાઇટ પણ નિષ્ફળ સાબિત થઈ

USA : SpaceXએ ટેક્સાસના બોકા ચિકામાં આવેલા પોતાના સ્ટારબેઝ પ્રક્ષેપણ સુવિધા પરથી માનવ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રક્ષેપણ વાહન સ્ટારશીપની બીજી ટેસ્ટ ફ્લાઇટને શનિવારે લોન્ચ કરી હતી. સ્પેસએક્સના આ લોન્ચિંગ પર નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સએ અભિનંદન આપતાં કહ્યું કે, “આજની ફ્લાઇટ ટેસ્ટમાં પ્રગતિ કરનાર ટીમોને અભિનંદન.” પરંતુ લોન્ચિંગ સમયે ફ્લાઇટનો ઉપરનો તબક્કો અલગ થયા બાદ ફ્લાઇટ તેના લક્ષ્યની ઊંચાઈએ પહોંચી હતી અને ત્યાં ફ્લાઇટમાં વિસ્ફોટ થયો હતો. જેથી આ ટેસ્ટ ફ્લાઇટ પણ અગાઉની ટેસ્ટ ફ્લાઇટની જેમ નિષ્ફળ સાબિત થઈ હતી.

 

 

નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સએ પાઠવ્યા અભિનંદન 

નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને SpaceXને લોન્ચ કરવા પર અભિનંદન આપતાં કહ્યું કે, “આજની ટેસ્ટ ફ્લાઇટમાં પ્રગતિ કરનાર ટીમોને અભિનંદન. સ્પેસફ્લાઇટએ એક ઐતિહાસિક સાહસ છે જેને લોન્ચ કરવું તેવી ભાવના પણ સાહસિક વૃતિની માંગ કરે છે. આજની કસોટી એ શીખવાની તક છે. પછી ફરી ઉડાન ભરો.

 

 

એપ્રિલમાં પ્રથમ ટેસ્ટ ફ્લાઇટનું કરવામાં આવ્યું હતું લોન્ચિંગ

સ્ટારશિપ સિસ્ટમ માટે આ બીજી ટેસ્ટ ફ્લાઇટ હતી. આ વર્ષે એપ્રિલમાં પ્રથમ ટેસ્ટ ફ્લાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તે પ્રક્ષેપણ પણ વિસ્ફોટમાં પરિણમ્યું હતું. શનિવારે લોન્ચના લાઇવ સ્ટ્રીમ દરમિયાન SpaceX ઘોષણાકર્તાએ જણાવ્યું હતું કે, “અમારી પાસે સુપર હેવી બૂસ્ટર અને જહાજ બંનેનું ઝડપી અનસેડ્યુલ્ડ ડિસએસેમ્બલી હોવા છતાં આ અતિ સફળ દિવસ સાબિત થયો છે. આ ટેસ્ટને સંપૂર્ણ સંપૂર્ણ નિષ્ફળ કહેવું એ બરોબર નથી. વાસ્તવિક સત્યએ છે કે સ્પેસએક્સ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ કરવામાં સફળ રહ્યું છે. તેની પ્રથમ ફ્લાઇટની તુલનામાં, સ્ટારશિપ ખૂબ આગળ વધી ગયું કારણ કે બૂસ્ટર જહાજ વિખેરાઈ જાય તે પહેલાં ફ્લાઇટ તેનાથી અલગ થઈ ગઈ. તે કહેવું સૌથી સચોટ રહેશે કે પરીક્ષણ આંશિક સફળ રહ્યું, અને સ્પેસએક્સને વધુ સુધાર માટે તેની ભૂલોમાંથી શીખવાની જરૂર છે.

આ પણ જુઓ :ચીને કર્યો લાઈટનિંગ સ્પીડનું ઈન્ટરનેટ લૉન્ચ કરવાનો દાવો

Back to top button