ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચીન અવકાશમાં ગુપ્તપણે સૈન્ય શક્તિ ઊભી કરી રહ્યું છે: NASAનો ગંભીર આક્ષેપ

Text To Speech

વૉશિંગ્ટન (અમેરિકા), 18 એપ્રિલ: NASAએ ચેતવણી આપી છે કે, ચીન અવકાશમાં નાગરિક કાર્યક્રમોનો ઉપયોગ કરીને ગુપ્તપણે સૈન્ય શક્તિ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. NASAએ ગંભીર આક્ષેપ લગાવતાં કહ્યું છે કે, અમેરિકાએ આ અંગે ખૂૂબ સજાગ રહેવાની જરૂર છે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કેપિટોલ હોલ પર કાયદાશાસ્ત્રી સાથેની બેઠકમાં આ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે, ચીને છેલ્લા 10 વર્ષમાં અવકાશમાં અસાધારણ પ્રગતિ કરી છે અને તે સંપૂર્ણપણે ગુપ્ત છે.

ચીન અમેરિકા સાથે સ્પેસ રેસમાં: NASAના વડા

NASAના વડાએ કહ્યું કે, ચીનના કહેવાતા નાગરિક અવકાશ કાર્યક્રમો એ લશ્કરી કાર્યક્રમ છે. મને લાગે છે કે, આપણે એક રેસમાં છીએ. નેલ્સને ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, ‘જો ચીન અમેરિકા પહેલા ચંદ્ર પર પહોંચશે તેઓ ત્યાં પોતાના પ્રદેશનો દાવો કરશે અને ચંદ્રની ધરતીમાંથી બહાર કાઢી મૂકશે. એટલે સૌપ્રથમ ચંદ્ર પર પહોંચવું એ અમેરિકા માટે ફરજિયાત બન્યું છે.’ તેમણે એમ પણ કહ્યું કે, યુ.એસ. અવકાશમાં કોઈ હિસાબે તેની “વૈશ્વિક પકડ” ગુમાવશે નહીં. પરંતુ આપણે વાસ્તવિક રીતે વિચારવું પડશે કે, ચીને સ્પેસ પ્રોજેક્ટમાં તેના બજેટમાં ઘણા પૈસા ફાળવ્યા છે.

ચંદ્રના સમૃદ્ધ વિસ્તારની માલિકીનો દાવો કરી શકે છે

નેલ્સન બિેલે કહ્યું કે તેઓ આશા રાખે છે કે બેઇજિંગ ભાનમાં આવશે અને સમજશે કે નાગરિક અવકાશ પ્રોગ્રામ એ શાંતિપૂર્ણ ઉપયોગ માટે છે. નેલ્સને અગાઉ કહ્યું હતું કે યુએસ ચીન સાથે સ્પેસ રેસમાંછે અને ચેતવણી આપી હતી કે ચીન આખરે ચંદ્રના સંસાધનથી સમૃદ્ધ વિસ્તારની “માલિકી” કરવાનો દાવો કરી શકે છે. 2022માં ચીનના સ્પેસ પ્રોગ્રામે પૃથ્વી-ભ્રમણકક્ષાનું સ્પેસ સ્ટેશન મૂક્યું છે, ત્યારથી અમેરિકા તેના આર્ટેમિસ III મિશન સાથે 2026 માં અવકાશયાત્રીઓને ચંદ્ર પર પાછા મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ચીનનું કહેવું છે કે તેને 2030 સુધીમાં ચંદ્ર પર માનવીને મોકલવાની આશા છે. જેને લઈને અમેરિકાને ચિંતા સતાવવા લાગી છે.

આ પણ વાંચો: NASAએ શોધ્યું ‘Super Earth’: માનવ જીવનની છે ઘણી સંભાવનાઓ, જાણો પૃથ્વીથી કેટલું દૂર છે?

Back to top button