કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ફિલ્મોના બૉયકોટ પર નિવેદન : “હિંમત હોય તો અન્ય ધર્મ પર ફિલ્મ બનાવો, ભારતમાં રહેવું મુશ્કેલ બની જશે”
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પૂજારી અને પ્રસિદ્ધ કથાકાર ધીરેન્દ્ર મહારાજ હાલના દિવસોમાં ચર્ચાનો વિષય છે. જેનું કારણ છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા આપવામાં આવતી નિવેદનો. ત્યારે હવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તાજેતરમાં ફિલ્મોને લઈને નિવેદન આપ્યુંમ છે. જેમાં તેમણે ફિલ્મ નિર્માતાઓ પર આકરા પ્રહારો કર્યા છે.
ફિલ્મ નિર્માતાઓની પર કર્યા આકરા પ્રહારો
બાગેશ્વર ધામના પૂજારી અને પ્રસિદ્ધ કથાકાર ધીરેન્દ્ર મહારાજના અનેક અનુયાચીઓ છે. તેમના કથા સાંભળવા માટે લોકો દુર દુરથી આવતા હોય છે. અને તેમની કથાઓના અને તેમના દ્વારા આપવમા આવતા નિવેદનો પર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં જ કથાકાર ધીરેન્દ્ર મહારાજે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ફિલ્મોને લઈને નિવેદન આપ્યું છે. જેમાં તેમણે ધર્મને લગતી ફ્લ્મો બનાવવા પર ફિલ્મ નિર્માતાઓની પર પ્રહારો કર્યા હતા. અને કહ્યું હતું કે આવી ફિલ્મો બનાવનારાઓની ફિલ્મો બૉયકોટ જ થવી જોઈએ. જે કોઈ પણ આવી ફિલ્મો બનાવે છે. તેમણે પરિણામ ભોગવવુંજ પડશે. અને “જો ફિલ્મ નિર્માતાઓમાં તાકાત હોય તો અન્ય ધર્મ પર ફિલ્મ બનાવીને બતાવે. તેમનું ભારતમાં રહેવું મુશ્કેલ થઈ જશે”.
अपने सभी भक्तों के लिए पूज्य सरकार का ‘’संदेश’’ pic.twitter.com/nkOqxM7A8A
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) January 19, 2023
સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય
અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પૂજારી અને પ્રસિદ્ધ કથાકાર ધીરેન્દ્ર મહારાજ હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. તેમના નિવેદનોને કારણે ક્યારેક તેઓ વિવાદમાં ફસાયા છે. તો ક્યારેક તેમના પર લોકોને ભડકાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નાગપુરમાં કથા અધુરી મુકીને ચાલ્યા ગયા હતા. ત્યારે ધીરેન્દ્ર મહારાજ પણ તેનો જવાબ આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : ભાજપની આગામી કારોબારી બેઠકમાં એક નવી પહેલ, આ મુદ્દા પર થઈ શકે છે ચર્ચા