ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નરોત્તમ મિશ્રાએ કરી લાલ આંખ, પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર ફરશે બુલડોઝર

Text To Speech
  • મધ્યપ્રદેશના સીધીમાં પ્રવેશ શુક્લા નામના વ્યક્તિએ એક આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરીને ખૂબ જ નીંદનીય કૃત્ય કર્યું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ પણ થયો હતો.

મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં આદિવાસી સમુદાયના એક વ્યક્તિ પર પેશાબ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે, અનેક વિપક્ષ નેતાઓએ આ મુદ્દાને લઈને પ્રતિક્રિયાઓ આપી છે. ત્યારે આ મામલો વધુ ઉસ્કેરાતાં સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આરોપી પ્રવેશ શુક્લાની ધરપકડ બાદ સરકાર હવે NSAની કાર્યવાહી કરવાની સાથે આરોપીઓ પર બુલડોઝર ફેરવશે.

વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે સરકારને ઘેરી લીધી હતી. આ મામલાની નોંધ લેતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ પર NSA લગાવવાની વાત પણ કહેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આરોપીની રાત્રે બે વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. આ બાબત પર વાત કરતા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે આ ખૂબ જ નિંદનીય કૃત્ય છે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો હતો કે આ મામલે NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને તે જ થઈ રહ્યું છે.

બુલડોઝરની કાર્યવાહી અંગે નરોત્તમ મિશ્રાએ કહ્યું કે જ્યાં અતિક્રમણ હશે ત્યાં બુલડોઝર દોડશે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એક નિવેદનમાં કહ્યું કે અતિક્રમણ અંગે માહિતી મળી છે. બુલડોઝર પણ ચલાવવામાં આવશે. તાજેતરમાં જ ભોપાલમાં એક વ્યક્તિને કૂતરો બનાવી દેવામાં આવ્યો હતો, જેના પછી માત્ર 6 કલાકમાં જ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે પણ એ જ ચિત્ર જોવા મળશે.

કેદાર શુક્લાએ કહ્યું કે તેમને પ્રવેશ શુક્લા સાથે કોઈ લેવા દેવા નથી:

પ્રવેશ શુક્લા બીજેપીના સભ્ય હોવા પર ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે અમારા ધારાસભ્યનું નિવેદન આવ્યું છે, તેમણે કહ્યું છે. આવી ઘટના કેમ બની? તે જોવામાં ખૂબ જ ઘૃણાસ્પદ લાગે છે. આ મામલામાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ વ્યક્તિ ભાજપનો છે. પરંતુ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે સ્થાનિક ધારાસભ્ય કેદાર શુક્લાએ કહ્યું છે કે તેમને આની સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો: આદિવાસી યુવક પર પેશાબ કરવાનો મામલો: રાહુલ ગાંધી બોલ્યા- અત્યાચાર વધતા જ જઇ રહ્યાં છે…

Back to top button