કચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગયુટિલીટી

અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચશે

ગાંધીનગર, 10 માર્ચ, 2025: કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે ટૂંક સમયમાં નર્મદાનું પાણી પહોંચશે તેમ સરકારે આજે જણાવ્યું હતું. આ બંને તાલુકામાં સિંચાઈનું પાણી પહોંચાડવા અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકરફીટ પાણીના વિતરણ અન્વયે અલગ અલગ યોજના કાર્યરત છે. જે અંતર્ગત તબક્કા-૧ અને તબક્કા-૨ હેઠળ આયોજિત કરેલી ૦.૫૦૬ મિલિયન એકરફીટ નર્મદાના પૂરના વધારાના પાણીના વિતરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

આ યોજના હેઠળ મોડકુબાથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલનું એક્ષ્ટેન્શન કરીને ૦.૧૮૨ મિલિયન એકરફીટ નર્મદાના પૂરનું વધારાનું પાણી મેળવીને અબડાસા અને લખપત તાલુકાની સિંચાઈ યોજનાઓને જોડાણ કરીને વિતરિત કરવા માટેનું પ્રાથમિક આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આ કાર્ય પૂર્ણ કરીને મોડકુબાથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલના એક્ષ્ટેન્શન કરી અબડાસા અને લખપત તાલુકામાં કામગીરી માટેનું સર્વે કરી પથરેખા, લાભિત વિસ્તાર અને યોજનાના પાસાઓ તેમજ ખર્ચ માટે વિગતવાર આયોજન કરવામાં આવશે.

કચ્છમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકરફીટ પાણીના વિતરણ અન્વયે તબક્કા-૧ની રાજ્ય વિધાનસભામાં વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે સારણ લિંક પાઈપલાઈનનું કામ આશરે રૂ. ૭૨૦.૦૦ કરોડના ખર્ચે હાથ ધરાઈ રહ્યું છે. જેમાં બે પમ્પિંગ સ્ટેશન તથા ૭૨ કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. પરિણામે રાપર તાલુકાનાં ૮ ગામોના ૨૯૦૦૦ હેક્ટર વિસ્તારને લાભ મળશે.

આ પણ વાંચોઃ લો બોલો, સરકારે ધો.12ની પરીક્ષામાં પોતાના જ પક્ષને લગતા પ્રશ્નો પૂછ્યા!

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

એ જ રીતે સધર્ન લિંક પાઈપલાઈનના તબક્કા-૧ની કામગીરીની વિગતો આપતાં રાજ્યમંત્રીએ કહ્યું કે આ યોજના અંતર્ગત અંદાજિત રૂ. ૨૦૨૯.૦૦ કરોડના ખર્ચે 6 પમ્પિંગ સ્ટેશન અને ૧૫૮ કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. પરિણામે મુન્દ્રા, ભુજ, માંડવી અને અંજાર તાલુકાનાં ૪૭ ગામોના ૩૮,૮૨૪ હેક્ટર વિસ્તારને અને ૨૫ સિંચાઈ યોજનાઓને લાભ મળશે.

જ્યારે નોર્ધન લિંક પાઈપલાઈનના પ્રથમ તબક્કામાં અંદાજિત રૂ. ૧૪૧૯ કરોડના ખર્ચે ચાર પમ્પિંગ સ્ટેશન અને ૧૦૬ કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. જેનાથી ભુજ અને નખત્રાણા તાલુકાનાં ૨૨ ગામોના ૩૬,૩૯૨ હેક્ટર વિસ્તારની ૧૨ સિંચાઈ યોજનાઓને લાભ મળશે તેમ મંત્રીએ માહિતી આપી હતી.

તબક્કા-૨ની કામગીરીની વિગતો આપતા મંત્રીએ કહ્યું કે સધર્ન લિંક પાઈપલાઈનના બીજા તબક્કામાં અંદાજિત રકમ રૂ.૧૩૬૮.૦૦ કરોડના ખર્ચે ૯ પમ્પિંગ સ્ટેશન અને ૨૧૨ કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. જેનાથી માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાનાં ૨૮ ગામોના ૩૬,૫૧૪ હેક્ટર વિસ્તારને લાભ થશે. જેમાં ૨૮ સિંચાઈ યોજનાઓનો સમાવેશ થાય છે.

તો નોર્ધન લિંક પાઈપલાઈનના બીજા તબક્કામાં અંદાજિત રૂ. ૮૪૮.૦૦ કરોડના ખર્ચે 5 પમ્પિંગ સ્ટેશન અને ૧૨૦ કિ.મી. પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેનાથી નખત્રાણા અને લખપત તાલુકાનાં ૨૫ ગામોના ૩૧,૬૮૧ હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેનાથી ૧૩ સિંચાઈ યોજનાઓને લાભ મળશે તેમ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ લો બોલો, સરકારે ધો.12ની પરીક્ષામાં પોતાના જ પક્ષને લગતા પ્રશ્નો પૂછ્યા!

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button