ગુજરાતટોપ ન્યૂઝ

નવરાત્રીના પ્રથમ દિવસે જ સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ

Text To Speech

નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થયો છે. ઉલ્લેખનીય છે કે આના પહેલા પણ નર્મદા ડેમની જળ સપાટી 138.67 મીટરે પહોંચી હતી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા ડેમની જળ સપાટી વધતા લોકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો 

આજે નવલા નોરતાના પ્રથમ દિવસે જ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 84072 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના લીધે નર્મદા ડેમ 100 ટકા ભરાયો છે. સિઝનમાં બીજી વાર નર્મદા ડેમ 138.67 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે 15મી સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટ પ્રથમવાર 138.68 મીટરે પહોંચી હતી. જેથી નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને નીરની પૂજા કરી હતી. સંપૂર્ણ ડેમ ભરાયાના આગલા દિવસે ઉપરવાસમાંથી 2,23,308 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના પગલે હાલ 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે. RBPH CHPH ના તમામ પાવર હાઉસ ચાલુ છે. જેના કારણે રોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઇ રહ્યુ છે.

Back to top button