

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ફરી એક વાર વધારો નોધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.8 મીટર થઇ છે.
સરદાર સરોવર ડેમની સપાટીમાં આજે વધારો
નર્મદા ડેમમાં 96,866 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા નદીમાંથી 65,314 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. આ સાથે નર્મદા ડેમના બે દરવાજા 0.35 સેમી ખોલીને 10,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યુ છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેમજ 1200 મેગાવોટનું રીવરબેડ પાવરહાઉસ સતત 24 કલાક ચાલી રહ્યું છે. જેમાંથી રોજનું વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.
જળ સપાટી 137.08 મીટર થઈ
નર્મદા ડેમમાં પાણીનો કુલ સ્ટોરેજ જથ્થો 5234.10 મિલિયન ક્યુબિક મીટર થઈ ગયો છે. હવે માત્ર 1.06 મીટર જ ડેમની મહત્તમ સપાટીથી દૂર છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની જોરદાર આવક થઇ રહી છે. જેને લીધે ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમ વખત 137 પાર કરી 137.08 મીટર થઈ ગઈ છે.