ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાતવિશેષ

નર્મદા : MLA ચૈતર વસાવાએ મનરેગાના કામોમાં કરોડોના ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

Text To Speech

MLA ચૈતર વસાવાએ નર્મદામાં અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા વન વિભાગ, વોટરશેડ દ્વારા મશીનરીથી કરવામાં આવેલી વન તલાવડીઓની કામગીરીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.

સરકારી કામોમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદામાં અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા વન વિભાગ, વોટરશેડ મશીનરીથી કરાયેલી વન તલાવડીઓની કામગીરીમાં મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ચૈતર વસાવા -humdekhengenews

ધારાસભ્ય ચૈતર વસાવાએ લખ્યો પત્ર

નર્મદા જિલ્લામાં અમૃતસરોવર,સુજલામ સુફ્લામ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્ય સચિવ ગુજરાત રાજ્યને એક પત્ર લખી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અને આ અંગે તપાસ કરવા માંગ કરી છે. ચૈતર વસાવાએ પત્રમાં લખ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં જળસંચયની સાથે કુશળ શ્રમિકોને સ્થાનિક લેવલે રોજગારી મળે તે હેતુથી,લોક ભાગીદારીથી હાથ ધરી શકાય તેવી કામગીરી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા સિંચાઈ વિભાગ દ્વારા અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકીને 423 તળાવો પૂર્ણ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં PMAY અંતર્ગત 4,93,136 પાકા ઘર બાંધવામાં આવ્યા

કાર્યવાહી નહીં થાય તો ધરણા પર બેસવાની ચીમકી

જો આ મામલે તપાસ કરાવી ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ અને એજન્સીઓ પર કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો આવનાર દિવસોમાં નર્મદા કલેકટર કચેરી ખાતે લોકો સાથે ધારણા પર બેસવાની ચીમકી પણ આપી છે.

 આ પણ વાંચો : રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકશે મેઘો

Back to top button