

સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો છે. 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ થયો છે. જેને પગલે આ ઐતિહાસિક ઘડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગર જઇને મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી છે. હાલ પાણીની આવક – 2,11,066 ક્યુસેક છે જ્યારે 23 દરવાજા મારફતે 1,50,000 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 43,155 ક્યુસેક પાણીની જાવક. કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં – 17,382 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
Live: સરદાર સરોવર બંધ પૂર્ણ જળસ્તર સપાટીએ ભરાતા મા નર્મદાના નીરના વધામણા. સ્થળ: કેવડિયા, જિ: નર્મદા https://t.co/nOlo0Ni94C
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 15, 2022
CMએ પુષ્પથી કર્યા વધામણા
એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. પાણીની સારી આવક થતા રાજ્યના ગામો ,નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં તેવું વર્તાઈ રહ્યું છે.