Narmada : 34 વર્ષીય મહિલા 7 વર્ષના બાળક સાથે ગુમ થતા તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
નર્મદા જીલલના તિલકવાડા તાલુકાના લિમપુરા ગામે રહેતા 34 વર્ષીય સરોજબેન ગોપાલભાઈ બારીયા પોતાના 7 વર્ષના દીકરાને સાથે લઈને તારીખ 22/04/2023 ના રોજ બપોરના સમય દરમિયાન લીંમપુરા ગામેથી કોઈને કાંઈ પણ કહ્યા વિના જતા રહેલ હોવાની ઘટના બની હતી. મહિલાના પરિજનોએ આસપાસના વિસ્તારમાં તથા સગા સંબંધીઓને ત્યાં તપાસ કરતાં કોઈ માહિતી ન મળતા મહિલાના પરિજનોએ તિલકવાડા પોલીસ મથકે ઘટના મામલે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા તિલકવાડા પોલીસે મહિલા તથા બાળકને શોધી કાઢવા માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : SWAGAT પોર્ટલના 20 વર્ષ પૂર્ણ, PM મોદી કાર્યક્રમમાં હાજરી આપશે
પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ જનવ્યું હતું કે ગુમ થયેલ મહિલા શરીરે પાતરી કાઠીની છે તથા તેમની ઊંચાઈ આશરે પાંચ ફૂટ ચાર ઇંચ છે તે ગુજરાતી ભાષા જાણે છે તથા દીકરો 07 વર્ષનો અને રંગે ઘઉં વર્ણનો છે આ બંનેની ભાળ મળતા તિલકવાડા પોલીસ મથકે જાણ કરવા માટે જાહેર અનુરોધ કરાયો છે.