જયંત ચૌધરીના ભાજપમાં જોડાવાની અટકળો પર નારાજ થયા નરેશ ટિકૈત, કહ્યું…
- RLD ચીફ જયંત ચૌધરીના NDAમાં જોડાવાની અટકળો પર ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ નરેશ ટિકૈતે નારાજગી દર્શાવી
બાગપત, 12 ફેબ્રુારી: ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ નરેશ ટિકૈતે આરએલડીના વડા જયંત ચૌધરીના એનડીએમાં જોડાવાની અટકળો પર પ્રહાર કરતા કહ્યું કે આવો નિર્ણય લેતા પહેલા તેમણે (જયંત ચૌધરીએ) પેઢીઓથી પાર્ટી સાથે જોડાયેલા લોકોની સલાહ લેવી જોઈતી હતી.
પેઢીઓથી તેની સાથે જોડાયેલા લોકો પાસેથી સલાહ લેવી જોઈતી હતી: નરેશ ટિકૈત
નરેશ ટિકૈતે મીડિયા સાથે વાત કરતા જયંત ચૌધરીના NDAમાં સામેલ થવાની ચર્ચા પર નિરાશા વ્યક્ત કરી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, રાજનીતિમાં દુશ્મન ક્યારે મિત્ર બની જશે તે કહી શકાય નહીં. જયંત ચૌધરીના પોતાના મંતવ્યો છે, પરંતુ તેમણે ઓછામાં ઓછા ત્રણ પેઢીઓથી તેમની સાથે રહેલા લોકોની સલાહ લેવી જોઈએ.
સરકારે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા જોઈએ
ભારતીય કિસાન યુનિયનના પ્રમુખે વધુમાં કહ્યું કે ચૌધરી ચરણ સિંહ ખેડૂતોના મસીહા હતા અને તેઓ ભારત રત્નને હકદાર હતા. તેને આ સન્માન પહેલા મળવું જોઈતું હતું. ખેડૂતોએ ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની માંગ પહેલા જ કરી હતી. સરકારે હવે ખેડૂતોના સળગતા પ્રશ્નોનો પણ ઉકેલ લાવવો જોઈએ.
જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા
હવે હું કયા મોઢે ના પાડું: જયંત ચૌધરી
પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ કેન્દ્ર સરકારના વખાણ કર્યા હતા. આ પછી, તેમના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે.
સરકારના આ નિર્ણય બાદ જયંત ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા, ત્યાર બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીનો દિલથી આભાર માન્યો હતો. આ દરમિયાન જ્યારે આરએલડી ચીફને ભાજપમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હવે કયા મોઢે ના પાડીશ? જયંતના આ નિવેદન બાદ તેમનું NDAમાં જોડાવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: જયંત ચૌધરીના જવાથી અમને કોઈ ફેર નહીં પડે, સપાની સાફ વાત