નરેન્દ્ર મોદીનું કામ મુખ મેં રામ, બગલ મેં છૂરી જેવુંઃ મલ્લિકાર્જુન ખડગે
- ભાજપ – આરએસએસ માટે મણિપુર દેશનો ભાગ નથીઃ ભારત જોડો ન્યાયયાત્રાના પ્રારંભે રાહુલ ગાંધીના પ્રહાર
ઈમ્ફાલ, 14 જાન્યુઆરીઃ કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રાનો આજે મણિપુરથી પ્રારંભ થયો હતો. યાત્રાના પ્રારંભ પહેલાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ટોચના નેતાઓએ એક રેલીને સંબોધન કર્યું હતું.
આ સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અને આરએસએસ મણિપુરને ભારતનો ભાગ ગણતા નથી, અને તેથી જ હિંસા થવા છતાં વડાપ્રધાને એકપણ વખત મણિપુરની મુલાકાત લીધી નથી.
जब हौसला बना लिया ऊंची उड़ान का…
फिर देखना फिजूल है, कद आसमान का !! #BharatJodoNyayYatra 🇮🇳 pic.twitter.com/lmz30swI6q— Mallikarjun Kharge (@kharge) January 14, 2024
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, મોદીની સ્થિતિ મુખ મેં રામ, બગલ મેં છૂરી જેવું છે. પીએમ મોદી પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે, વો સમંદર કે ઉપર સૈર કરતા ફિરતા હૈ ઔર બૈઠે જગહ જાપ કરતે રહતે રામ રામ. આ તો મુખ મેં રામ બગલ મેં છૂરી જેવું છે. દરેકને ભગવાનમાં શ્રદ્ધા છે, પરંતુ મત માટે આવું કોઈ કરતું નથી, તેમ ખડગેએ કહ્યું હતું.
View this post on Instagram
આ અગાઉ આજે સવારે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ વિશેષ વિમાન મારફત મણિપુર પહોંચ્યા હતા અને ત્યાથી ભારત જોડો ન્યાયયાત્રા શરૂ કરી હતી.
આ યાત્રામાં બસપામાંથી હાંકી કઢાયેલા સાંસદ દાનિશ અલી પણ સામેલ થયા હતા. દાનિશ અલીએ કહ્યું કે, સંસદમાં ભાજપના નેતાએ મારા વિરુદ્ધ નિવેદનો કર્યાં ત્યારે એકમાત્ર રાહુલ ગાંધીએ મને સાથ આપ્યો હતો અને તેથી હું તેમની આ ન્યાયયાત્રામાં જોડાયો છું.
આ પણ વાંચોઃ ભારતીય સૈનિકો પરત ખેંચવાની પ્રક્રિયા ઝડપી બનાવવા ભારત-માલદિવ્સ સંમત