ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

નરેન્દ્ર મોદી આજે મહાદેવને શરણે, જાણો સમગ્ર કાર્યક્રમ

  • સોમનાથ મહાદેવના દર્શને મોદી
  • ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ
  • 23,24એ ફરી આવેશ ગુજરાત પ્રવાસે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શન કરશે. જેમાં તેઓ ચાર સભાઓ સંબોધશે. તેમાં PM મોડો સૌરાષ્ટ્રમાં સભા ગજવશે. આ ઉપરાંત વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં પણ સભા સંબોધશે.

બોટાદમાં જનસભા સંબોધન

ગુજરતમાં ચૂંટણીના એલાન સાથે જ રાજકીય પાર્ટીઓની ગતિવિધિ પણ વધી છે તેની સાથે સાથે જ ગુજરાત પ્રવાસ પણ વધી ગયો છે. તેમજ મોટા ગજ્જાના નેતાઓ પણ ગુજરાતમાં આવી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તેવા સમયે ગઈકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરતમાં છે.

ત્યારે ગુજરાત પ્રવાસના બીજા દિવસે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વેરાવળ, અમરેલી, ધોરાજી અને બોટાદમાં સભાઓ સંબોધશે. ગતરોજ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કર્યા બાદ આજે સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે વડાપ્રધાન મોદી. તેમજ આજે સવારે 10:15 કલાકે સોમનાથમાં ભગવાન સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ નજીકમાં જ વેરાવળ ખાતે સવારે 11 વાગ્યે જાહેરસભાને સંબોધશે. બાદમાં બપોરે 12:45 વાગ્યે ધોરાજી, 2:30 કલાકે અમરેલી અને 4:15 કલાકે બોટાદ ખાતે ભાજપ દ્વારા યોજાયેલી મહાસભા સંબોધશે.

નરેન્દ્ર મોદી આજે મહાદેવને શરણે, જાણો સમગ્ર કાર્યક્રમ - humdekhengenews

ગાંધીનગરના રાજભવનમાં કરશે રાત્રિ રોકાણ

આ સાથે જ એવી પણ સંભાવના છે કે આગામી તા.23 અને 24મીએ વડાપ્રધાન મોદી ફરી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી શકે છે. તેમજ ટે સમયે તેઓ મહેસાણા, ગાંધીનગર, પાલનપુર, ભાવનગર ખાતે સભાઓ સંબોધશે તેવી પણ શક્યતાઓ છે. વડાપ્રધાન 23, 24મીની ગુજરાત મુલાકાત વખતે ગાંધીનગરમાં તેમના માતા હીરાબાને મળવા જઇ શકે છે. મળતી માહિતી મુજબ આગામી તા.23મી ભાજપ દ્વારા દાહોદના ખરોડમાં વડાપ્રધાનની મહાસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરવામાં આવશે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમા ઘૂસણખોરીના પ્રયત્ન નિષ્ફળ, એક આંતકી ઢેર

આજનો PM મોદીનો સમગ્ર કાર્યક્રમ

  • સવારે 8:30 કલાકે વલસાડથી સોમનાથ જવા રવાના
  • 10 કલાકે સોમનાથ હેલિપેડ આવશે
  • 10-11 સોમનાથ મંદિર પરિસરમાં પૂજા કરશે
  • 11 કલાકે વેરાવળ જાહેર સભાને સંબોધશે
  • 12 કલાકે ધોરાજી જવા રવાના
  • 12:45 ધોરાજી જાહેર સભાને સંબોધશે
  • 1:45 અમરેલી જવા રવાના
  • 2:20 અમરેલી પહોંચશે
  • 2:30 જાહેરસભાને સંબોધશે
  • 3:30 બોટાદ જવા રવાના
    4:30 બોટાદમાં જાહેર સભાને સંબોધશે
  • 5:15 બોટાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના
  • 6:00 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જેમાં અમદાવાદથી ગાંધીનગર રાજભવન જશે તથા રાત્રી રોકાણ રાજભવન કરશે.
Back to top button