નરેન્દ્ર મોદી સરકાર 3.0ની તૈયારીઓ શરૂઃ આટલા નેતાઓ PMના નિવાસસ્થાને પહોંચ્યા
નવી દિલ્હી, 9 જૂનઃ નરેન્દ્ર મોદી સરકાર 3.0ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમ તો હજુ સત્તાવાર નામો જાહેર થયા નથી, પરંતુ એક સામાન્ય પરંપરા મુજબ જે નેતાઓને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મળવાનું હોય તેઓ શપથવિધિ પહેલાં પીએમ આવાસ પહોંચતા હોય છે. અને એ અનુસાર ભાજપ અને એનડીએના વિવિધ નેતાઓ PM આવાસ પહોંચી રહ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર ભાજપના નેતાઓ – અમિત શાહ, જે.પી. નડ્ડા, બી.એલ. વર્મા, પંકજ ચૌધરી, શિવરાજસિંહ ચૌહાણ, અન્નપૂર્ણા દેવી, અર્જુનરામ મેઘવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, મનોહરલાલ ખટ્ટર, રક્ષા ખડસે, નિત્યાનંદ રાય, હર્ષ મલ્હોત્રા, ભગીરથ ચૌધરી ઉપરાંત જેડીએસના નેતા એચ.ડી. કુમારસ્વામી, કિરણ રિજ્જિજુ, જિતિન પ્રસાદ, રનનીતસિંહ બિટ્ટુ, રાજનાથ સિંહ, રાવ ઈન્દ્રજિત સિંહ, અજય તમતા, હિન્દુસ્તાની અવામી મોરચાના સ્થાપક જિતન રામ માંઝી, એલજેપીના ચિરાગ પાસવાન, નિર્મલા સિતારમણ, સર્વાનંદ સોનોવાલ, તેલંગણા ભાજપ પ્રમુખ જી. કૃષ્ણ રેડ્ડી અને બાંદી સંજય, પીયૂષ ગોયલ તથા આરએલડીના વડા જયંત સિંહ ચૌધરી વગેરે અગ્રણીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા છે.
પૂરી શક્યતા એવી માનવામાં આવી રહી છે કે આ જે નેતાઓને વડાપ્રધાન નિવાસસ્થાને મળવા બોલાવવામાં આવ્યા છે તેમનો મોદી-3.0 પ્રધાનમંડળમાં સમાવેશ થશે.
અલબત્ત, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર યાદી જાહેર થઈ નથી, પરંતુ ત્રીજી વખતની મોદી સરકારમાં જે સંભવિત નેતાઓને સ્થાન મળી શકે છે તેમાંઃ
ગુજરાત
અમિતભાઈ શાહ
મનસુખભાઈ
એસ જયશંકર
સી આર પાટીલ
મહારાષ્ટ્ર
નીતિન ગડકરી
પિયુષ ગોયલ
રક્ષા ખડસે
મધ્યપ્રદેશ
શિવરાહ સિંહ ચૌહાણ
જ્યોતિરાદિત્ય સિંધિયા
ઉત્તર પ્રદેશ
રાજનાથ સિંહ
જિતિન પ્રસાદ
રાજસ્થાન
અર્જુન મેઘવાલ
ગજેન્દ્ર શેખાવત
ભગીરથ ચૌધરી
તમિલનાડુ
નિર્મલા સીતારમણ
કે અન્નામલાઈ
ઓડિશા
અશ્વિની વૈષ્ણવ
ધર્મેન્દ્ર પ્રધાન
કેરળ
સુરેશ ગોપી
હરિયાણા
મનોહર લાલ ખટ્ટર
ઉત્તર પૂર્વ
કિરણ રિજ્જિજુ
સર્વાનંદ સોનોવાલ
હરિયાણા
ઈન્દ્રજીત રાવ
જમ્મુ અને કાશ્મીર
જિતેન્દ્ર સિંહ
દિલ્હી
કમલજીત સેહરાવત
હર્ષ મલ્હોત્રા
તેલંગાણા
જી કૃષ્ણ રેડ્ડી
બંદી સંજય કુમાર
પંજાબ
હરદીપ પુરી
રવનીત બિટ્ટુ
બિહાર
ગિરિરાજ સિંહ
નિત્યાનંદ રાય
કર્ણાટક
શોભના કરંજલે
ઉત્તરાખંડ
અજય તમતા – નામોની ચર્ચા અને સંભાવના છે.