ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનવરાત્રિ 2023નેશનલમનોરંજન

નરેન્દ્ર મોદીઃ રાજકારણી, લેખક, કવિ અને હવે ગરબાના ગીતકાર પણ!

  • પીએમએ લખેલા ગરબાને ધ્વનિ ભાણુશાળીએ આપ્યો અવાજ
  • કમ્પોઝર તનિષ્ક બાગચીએ રેલાવ્યા સૂર
  • વડાપ્રધાને માન્યો આભારઃ કંગના રાણાવતે કરી પ્રશંસા
  • વડાપ્રધાને કહ્યું, મેં ઘણા વખતથી કંઇ લખ્યું નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા ગરબાને સિંગર ધ્વનિ ભાણુશાલીએ અવાજ આપ્યો છે. કમ્પોઝર તનિષ્ક બાગચીએ આ ગીતને સૂર આપ્યા છે. વડાપ્રધાન મોદીએ આ સોંગ સ્પેશિયલી નવરાત્રિ માટે લખ્યું હતું અને તેને ‘ગરબો’ નામ પણ આપ્યું હતું.

ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રિ ઊજવવામાં આવે છે અને દુર્ગા પંડાલમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા આ ‘ગરબો’ લખ્યો હતો. હવે આ ગરબાને સૂર મળ્યા છે. ગરબાના શબ્દો છે

ગાય તેનો ગરબો ઝીલે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

ઘૂમે તેનો ગરબો, તો ઝૂમે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

નવરાત્રિના પર્વ પર આ વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. જૈકી ભગનાની આ ગીતના નિર્માતા છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગીત ‘ગરબા’માં તનિષ્ક બાગચીના સૂર અને ધ્વનિ ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ જોવા માટે પ્રેરિત કરે છે. જે નદીમ શાહે ડાયરેક્ટ કર્યું છે. સિંગર ધ્વનિ ભાનુશાળીએ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે, નરેન્દ્ર મોદીજી તમે લખેલું ગીત તનિષ્ક બાગચી અને મને ખૂબ જ ગમ્યું છે. અમે એક ફ્રેશ ધૂન અને રચના સાથે એક ગીત બનાવવા માંગતા હતા. જેમાં અમે સફળ થયા છીએ.

પીએમ મોદીએ માન્યો આભાર

આ ટ્વિટના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધ્વનિ ભાનુશાળીને ટૅગ કરીને આભાર વ્યક્ત કરીને જણાવ્યું કે, ગરબાની આ મનમોહક પ્રસ્તુતિ માટે મેં વર્ષો પહેલા લખ્યું હતું. મેં ઘણાં વર્ષોથી કંઈ લખ્યું નથી, અનેક યાદો જીવંત થઈ ગઈ છે. હું એક નવો ગરબો લખવામાં સફળ રહ્યો છું.

કંગનાએ આપી પ્રતિક્રિયા

પીએમ મોદીના ગરબાને લઇને બોલિવુડ અભિનેત્રી કંગના રાણાવતે પ્રતિક્રિયા આપી છે. કંગનાએ પીએમ મોદીને પ્રેરણાદાયક ગણાવ્યા છે અને તેમના ગરબાની પ્રશંસા પણ કરી છે. તેણે ટ્વિટ કર્યું છે કે અટલજીની કવિતા હોય કે પછી નરેન્દ્ર મોદીનાં ગીત કે કવિતા, દરેક કલાકારો માટે તે પ્રેરણાદાયક છે.

આ પણ વાંચોઃ શું પાકિસ્તાને મેચ પહેલાં જ હાર સ્વીકારી લીધી?

Back to top button