દિલ્હી કસ્ટમ્સ પ્રિવેન્ટિવ ઝોન દ્વારા માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો
- દિલ્હી કસ્ટમ્સ પ્રિવેન્ટિવ ઝોન દ્વારા વિશેષ અભિયાન 3.0 હેઠળ નવી દિલ્હીમાં રૂ. 294 કરોડની કિંમતની વિદેશી મૂળની સિગારેટની 80.2 લાખ સ્ટીક્સ સાથે 328 કિલો નશીલા દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો
દિલ્હી: નાણાં મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)ના વિશેષ અભિયાન 3.0ના ભાગરૂપે કસ્ટમ્સ પ્રિવેન્ટિવ ઝોન તેમજ સીબીઆઇસીની હાજરીમાં સલામત અને બિન-જોખમી રીતે રૂ. 284 કરોડની કિંમતના 328 કિલો નશીલા પદાર્થો અને રૂ. 9.85 કરોડની કિંમતની વિદેશી મૂળની સિગારેટની 80.2 લાખ સ્ટીક્સનો આજે નવી દિલ્હીમાં નાશ કરવામાં આવ્યો છે.
- મહેસૂલ સચિવ; સી.બી.આઈ.સી.ના ચેરમેન; અને સી.બી.આઈ.સી.સી.ના સભ્ય (અનુપાલન વ્યવસ્થાપન) અને નાણાં મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ ગેરકાયદેસર માલનો નાશ શરૂ કરતા પહેલા સ્થળ પર જ તેનું નિરીક્ષણ કર્યું હતું.
દશેરાના તહેવાર દરમિયાન ગેરકાયદેસર ચીજવસ્તુઓના નાશ અને રાવણ દહન વચ્ચે સમાંતરે વાત કરતાં મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આજની કામગીરી અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે તથા તેમણે યુવા પેઢીને બચાવવા નશીલા દ્રવ્યોના દૂષણ સામેની લડાઈ ચાલુ રાખવાના વિભાગના સંકલ્પને પણ વ્યક્ત કર્યો હતો.
નાશ કરવામાં આવેલા દ્વવ્યોમાં શેનો શેનો સમાવેશ થયો ?
આજે જે માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવી રહ્યો છે તેમાં 29 કિલો હેરોઇન, 6 કિલો કોકેઇન, 7 કિલો એમ્ફેટામાઇન અને 286 કિગ્રા ખાટ પાંદડાનો સમાવેશ થાય છે, જેને ” કાથા એડુલિસ ”તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દ્વવ્યો 2005-06 અને 2009-10માં વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું અને 2022-23માં કેટલોક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 2022-23માં બાકીના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા.
સીબીઆઇસીએ ઓક્ટોબર 2023ના ત્રીજા સપ્તાહમાં પેન્ડિંગ મેટર્સના નિકાલ માટે વિશેષ અભિયાન (એસસીડીપીએમ) 3.0 હેઠળ પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે, જેમાં રૂ. 1,000 કરોડના 365 કિલો માદક દ્રવ્યો અને રૂ. 13 કરોડની કિંમતની 1.35 કરોડ વિદેશી મૂળની સિગારેટની સ્ટીક્સનો નાશ કરવામાં આવ્યો હતો.
ભારતીય કસ્ટમ્સ, મહેસૂલ એકત્રીકરણના તેના પ્રાથમિક કાર્ય ઉપરાંત, પ્રતિબંધિત અને માદક દ્રવ્યોની દાણચોરી સામે નિવારક પગલાં પણ સક્રિયપણે લે છે. કસ્ટમ્સ અધિકારીઓ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ હવાઈ/ સમુદ્ર/ જમીન દ્વારા માદક દ્રવ્યોની દાણચોરીની કોઈપણ ઘટનાને રોકવા માટે વિવિધ સ્ત્રોતો પાસેથી ગુપ્ત માહિતી એકત્રિત કરે છે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ ભવનમાં આંતરધર્મી બેઠકનું કરાયું આયોજન