અમદાવાદગુજરાત

અમદાવાદમા નશાકારક કફ સિરપના વેચાણનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદઃ શહેરમાં ગેરકાયદેસર નશીલા દ્વવ્યોનું વેચાણ થઈ રહ્યું અથવા તો ઝડપાયા હોવાની વિગતો અવારનવાર સામે આવતી હોય છે. આવા માદક પદાર્થોના વેચાણને અટકાવવા માટે પોલીસે કમરકસી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે નશીલી સિરપ બનાવવા માટે વપરાતા ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી. આ બાતમી પ્રમાણે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ પંચોને બોલાવીને આરોપીને ઝડપી લેવા માટે વોચ ગોઠવી હતી અને બાદમાં આરોપીના ઘરે રેડ પાડી હતી.

ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે આરોપીને ઝડપ્યો
ક્રાઈમ બ્રાંચને મળેલ બાતમી પ્રમાણે મુળ મહેસાણાના વિસનગરના વતની અને અમદાવાદમાં દાણીલીમડામાં રહેતા મુજાહિદ પઠાણ કોઈ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વિના Nitrazepam tablet, diphenhydramine hydrochloride ammonium chloride and sodium citrate syrup નામનું ડ્રગ્સ નશાયુક્ત સિરપ બનાવવા માટે રાખતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તેને Nitrazepam tablet આપનાર નાગોરી સૈફુદ્દિન ફરાર હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. આરોપીએ પોલીસને પુછપરછમાં તેને નાગોરી સૈફુદ્દિને આ તમામ ટેબ્લેટ આપી હોવાનું કહ્યું હતું.

આર્થિક સંકળામણને લીધે નશીલી કફ સિરપ વેચવાનું નક્કી કર્યું
પકડાયેલો આરોપી મુજાહીદ પઠાણના કબ્જામાંથી મળી આવેલ નશીલી સિરપ બનાવવાના જથ્થા બાબતે પૂછપરછ કરતા આરોપી આર્થિક સંકળામણમાં હોવાથી તેણે કફ શિરપનો નશો કરવાની ટેવવાળો હોય તેમને નશાકારક કફ શિરપ બનાવી વેચવાનું નક્કી કર્યું હતું અને આ માટે પોતાના મકાનમાં ભાડેથી રહેતા શૌફુદીન અબ્દુલકાદર નાગોરી નામના વ્યક્તિ મારફતે દેસાઇ મેડીકલ સ્ટોર્સ, ખમાસા ખાતેથી મેટાહીસ્ટ-એસ નામનું Dry Cough માટે વપરાતુ શીરપ ખરીદ કરેલ. આ શીરપને વધુ નશાકારક બનાવવા સારૂ જુહાપુરા ખાતે આવેલ મેડીમેક્સ નામની દવાની દુકાનમાંથી કોઇપણ જાતના મેડીકલ પ્રિસક્રીપશન વગર NITRAZEPAM TABLETS મેળવી હતી. સિરપમાં NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત ટેબ્લેટસનું મિશ્રણ કરી નાની બોટલોમાં ભરી આર્થિક ફાયદો મેળવવા તેને બજારમાં વેચવાનો હતો. પોલીસે તેની પાસેથી 14 લિટર મેટાહિસ્ટ-એસ નામનુ ડ્રાય કપ સિરપ, મેટાહિસ્ટ એસ તથા નાઈટ્રાઝીપામ ટેબ્લેટના મિશ્રણ વાળું પ્રવાહી કબજે કર્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ઓવરસ્પીડ વાહન ચલાવનારાઓની ખેર નહીં, જુઓ પોલીસે જાહેર કર્યો છે એક વીડિયો

Back to top button