ગુજરાતટ્રેન્ડિંગ

સુરતની જેલમાં રહેલા નારાયણ સાંઈએ પિતા આસારામને મળવા જામીન અરજી કરી

Text To Speech
  • રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા જણાવીને અરજીનો વિરોધ કર્યો
  • નારાયણ સાંઈએ એક દિવસ જેલમાં મુલાકાત કરવા અરજી કરીને માગ કરી
  • વિમાન મારફતે જવા-આવવા માટે નારાયણ સાંઈએ ખર્ચ ચૂકવવા સહિતની તૈયારી બતાવી

સુરતની જેલમાં કેદ રહેલા નારાયણ સાંઈએ જામીન આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં નારાયણ સાંઈએ જોધપુરમાં જેલમાં પિતા આસારામને મળવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી છે જેમાં સરકારે વિરોધ કર્યો છે.

વિમાન મારફતે જવા-આવવા માટે નારાયણ સાંઈએ ખર્ચ ચૂકવવાની તૈયારી બતાવી

જોધપુર જેલમાં કેદ આસારામની મુલાકાત કરવા માટે સુરતની જેલમાં કેદ રહેલા નારાયણ સાંઈએ જામીન આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી થઈ હતી. તેવામાં રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા જણાવીને અરજીનો વિરોધ કર્યો હતો. સુરતથી જોધપુર વિમાન મારફતે જવા-આવવા માટે નારાયણ સાંઈએ ખર્ચ ચૂકવવા સહિતની તૈયારી બતાવી હતી.

નારાયણ સાંઈએ એક દિવસ જેલમાં મુલાકાત કરવા અરજી કરીને માગ કરી

જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત સારી ન હોવાથી નારાયણ સાંઈએ એક દિવસ જેલમાં મુલાકાત કરવા અરજી કરીને માગ કરી છે. જ્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસ જાપ્તામાં હવાઈ મુસાફરી મારફતે લાજપોર જેલથી જોધપુર જેલ જવાની વાત કરવામાં આવી હતી. જેને લઈને લાજપોર જેલથી જોધપુર જેલ જવા-આવવાનો ખર્ચ અને પોલીસ જાપ્તા સહિતની બાબતોને લઈ સચિન પોલીસ મથકે 10 લાખ જમા કરાવવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે, પિતાના મળવાની નારાયણ સાંઈની અરજીને લઈને હાઈકોર્ટ દ્વારા વિસ્તૃતમાં લેખિત આદેશ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં જાણો શું કરી વરસાદ મામલે અંબાલાલ પટેલે આગાહી 

Back to top button