‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી’, ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી


પાલનપુર: ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે શાળાના આચાર્ય ફાધર રાજ ના માર્ગદર્શન હેઠળ ગુરુવારના રોજ શાળામાં ખુબ જ આનંદ અને ઉત્સાહથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ‘નંદ ઘેર નંદ ભયો, જય કનૈયાલાલ કી , હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી’ ના નાદ તેમજ બાળકો દ્વારા શ્રી ક્રિષ્ના બની આનંદિત થઈ કાર્યક્રમની ઉજવણી કરેલ.
'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી', ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી….#Janmashtami2022 #Janamashtami #deesa #banaskantha #Gujarat #gujaratinews #Krishna #KrishnaJanmashtami #StXavier #humdekhengenews pic.twitter.com/eSw0uPwh7a
— Hum Dekhenge News (@humdekhengenews) August 18, 2022
શાળાના બાળકોએ મટકી ફોડનો કાર્યકમ પણ રાખ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન. સી. સી. ઓફિસર ભરતસિંગ ખાડેલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં સ્ટાફ દ્વારા સુંદર રીતે વ્યવસ્થા ગોઠવેલ અને શાળાના આચાર્ય દ્વારા જન્માષ્ટમીની સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચો: Gujarat Election 2022: AAPએ બીજા 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા`