રશિયન રાષ્ટ્રપતિનું નામ લેતા બિડેને કહ્યું- ‘પુતિન અમારા સંકલ્પને તોડી શકે નહીં’
રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ અંગે વાત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે અમે યુક્રેનને મદદ કરીશું. અમે ડગીશું નહીં, તે અમારા સંકલ્પને તોડી શકશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને રશિયા યુક્રેન યુદ્ધ પર કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ‘અમારો સંકલ્પ તોડી શકે નહીં’. બિડેન જાપાનના હિરોશિમામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી અને તેમની સાથેની વાતચીત બાદ કહ્યું, “અમે ડગમગીશું નહીં, તે અમારા સંકલ્પને તોડી શકશે નહીં”
બિડેને કહ્યું કે યુક્રેનને તેની સુરક્ષા માટે ચોથી પેઢીના ફાઈટર એરક્રાફ્ટ F-16 આપવામાં આવ્યા છે. જોકે, અમે યુક્રેનની સરકારને કહ્યું છે કે એફ-16નો ઉપયોગ રશિયામાં હુમલા માટે ન થવો જોઈએ. બિડેને કહ્યું, “અમને ઝેલેન્સકી તરફથી ખાતરી મળી છે કે તેઓ તેનો ઉપયોગ રશિયન ભૌગોલિક પ્રદેશ પર હુમલો કરવા માટે નહીં કરે.” યુ.એસ.એ રવિવારે ઝેલેન્સ્કી માટે નવા હથિયાર પેકેજની પણ જાહેરાત કરી હતી, જેમાં યુક્રેનિયન સૈન્યને આપવામાં આવતી બંદૂકોથી માંડીને મિસાઇલો અને અન્ય લશ્કરી સાધનોનો ભંડાર શામેલ છે.
અગાઉ, ‘ગ્રુપ ઓફ સેવન’ના નેતાઓએ યુક્રેન સંકટને લઈને સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં G7 નેતાઓએ રશિયા પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે અમે યુક્રેન વિરુદ્ધ રશિયન સૈન્યના ગેરકાયદેસર, ગેરવાજબી અને ઉશ્કેરણી વિનાના યુદ્ધ સામે એકસાથે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.અમે “શાંતિના પ્રતીક” એવા હિરોશિમાને વચન આપીએ છીએ કે G7 સભ્યો અમારા તમામ નીતિગત સાધનોને એકત્ર કરશે અને યુક્રેન સાથે મળીને, શક્ય તેટલી વહેલી તકે યુક્રેનમાં વ્યાપક, ન્યાયી અને કાયમી શાંતિ લાવવા માટે તમામ પ્રયાસો કરશે,
આ પણ વાંચો : કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- કર્ણાટકમાં કોંગ્રેસની જીતમાં AAPનો ‘હાથ’