- એક વર્ષમાં 1500થી વધુ ગુજરાતીઓ કબૂતરબાજીથી અમેરિકા પહોંચ્યા
- ડિસેમ્બરમાં 600થી વધુ લોકોને અમેરિકા પહોંચાડ્યાનો ખુલાસો થયો
- પંજાબીઓ માટેની કબુતરબાજીની નવી મોડસ ઓપરેન્ડી
કબુતરબાજી કેસમાં ગુજરાત, દિલ્હી સહિતના એજન્ટોના નામ ખુલ્યા છે. જેમાં કબુતરબાજી કેસમાં અત્યાર સુધીમાં 3 ટ્રીપ્સ મોકલવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. તેમાં પંજાબીઓ માટેની કબુતરબાજીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
આ પણ વાંચો: મહેસાણામાં દુ:ખદ ઘટના, પતંગ પકડવા જતા બાળકે જીવ ગુમાવ્યો
ડિસેમ્બરમાં 600થી વધુ લોકોને અમેરિકા પહોંચાડ્યાનો ખુલાસો થયો
ડિસેમ્બરમાં 600થી વધુ લોકોને અમેરિકા પહોંચાડ્યાનો ખુલાસો થયો છે. ફ્રાન્સમાં કબુતરબાજી મામલે મોટો ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં વિવિધ વિગતો સામે આવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાત, દિલ્હી સહિતના એજન્ટોના નામ ખુલ્યા છે. તેમજ પંજાબીઓ માટેની કબુતરબાજીની નવી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. જેમાં અમેરિકામાં વકીલો અને એજન્ટો સાથે સાંઠગાંઠ હોવાની વિગતો સામે આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આતંકી હુમલો થવાનો મેસેજ વાયરલ કરનારો પકડાયો
એક વર્ષમાં 1500થી વધુ ગુજરાતીઓ કબૂતરબાજીથી અમેરિકા પહોંચ્યા
આ અંગેની માહિતીમાં એવું પણ સામે આવી રહ્યું છેકે, એક વર્ષમાં 1500થી વધુ ગુજરાતીઓ કબૂતરબાજીથી અમેરિકા પહોંચ્યા છે. જેમાં તેમના વિવિધ બોગ્સ દસ્તાવેજોથી લઈ બોર્ડર ક્રોસ કરવા માટેના એજન્ટો સુધીની વિગતો સીઆઈડી ક્રાઈમ સામે આવી રહી છે. આ દરમિયાન જાણવા મળ્યું છેકે, પંજાબીઓ માટેની કબુતરબાજીની નવી મોડસ ઓપરેન્ડીનો તમામ લોકો ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છેકે, ડિસેમ્બરમાં જ કબુતરબાજીની 3 ટ્રીપ્સ કરી હોવાનો ખુલાસો થયો છે. જેમાં ડિસેમ્બરમાં જ 600થી વધુ લોકોને અમેરિકા પહોંચાડ્યાનો ખુલાસો થયો છે. આ વચ્ચે એજન્ટો વ્યક્તિદીઠ 60 થી 80 લાખ રૂપિયામાં લોકોને મોકલવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે.