આયર્લેન્ડ સિરીઝ માટે કોચનું નામ થયું ફાઈનલ,રાહુલ દ્રવિડને અપાશે આરામ
TEAM INDIA : ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ આયર્લેન્ડ સિરીઝ માટે ભારતીય ટીમ આયર્લેન્ડ જશે. આયર્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા ત્રણ મેચોની ટી20 સીરિઝ રમશે. આ ટી20 મેચો 18, 20 આબે 23 ઓગસ્ટે રમાશે. ત્યારે આયર્લેન્ડ સિરીઝને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ નહિ હોય. તેમણે થોડો સમય આરામ આપવામાં આવશે.
રીપોર્ટ અનુસાર વીવીએસ લક્ષ્મણ
એક રીપોર્ટ અનુસાર NCA ચીફ વીવીએસ લક્ષ્મણ આયરલેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમના હેડકોચ રહેશે. જ્યારે નિયમિત હેડ કોચ રાહુલ દ્રવિડ અને તેમના સહયોગી સપોર્ટ સ્ટાફ વિક્રમ રાઠોડ, પારસ મ્હામ્બ્રેને આગામી એશિયા કપ અને વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવશે.
રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં આયરલેન્ડ અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં હેડકોચની નિભાવી હતી ભૂમિકા
આયરલેન્ડના પ્રવાસમાં સીતાંશુ કોટક અને ઋષિકેશ કનિતકરમાંથી કોઈ એકને બેટિંગ કોચની જવાબદારી મળી શકે છે. તો સાથે સાંઈરામ બહુતુલે અને ટ્રોય કૂલમાંથી કોઈ એક બોલિંગ કોચની ભૂમિકા નીભાવે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે વીવીએસ લક્ષ્મણ ગયા વર્ષે પણ રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં આયરલેન્ડ અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં હેડકોચની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
આયરલેન્ડના પ્રવાસમાં હાર્દિક પંડ્યા હશે કેપ્ટન
આયરલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ નથી.પરંતુ આશા છે કે હાર્દિક પંડ્યા કેપ્ટનની ભૂમિકા જોવા મળી શકે છે.આ માટે ચીફ સિલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માની સાથે વાત બાદ ટીમની પસંદગી કરી શકાય છે. આશા રાખવામાં આવી રહી છે કે અગરકર વેસ્ટ ઈન્ડિઝની સામે બીજી ટેસ્ટના સમયે ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે.
બુમરાહની થઇ શકે છે વાપસી
આ આયરલેન્ડના પ્રવાસ દરમ્યાન જસપ્રીત બુમરાહની ટીમમાં પસંદગી કરાય તેવી આશા છે. આ બોલરે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને નેટ્સ પર નિયમિત રીતે 8-10 ઓવર રમી રહ્યા છે.
આ પણ વાંચો : રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર શેર કરી ફની પોસ્ટ