ટોપ ન્યૂઝનેશનલ

સીકરના ખાટુશ્યામજીના મેળામાં અચાનક નાસભાગ; ત્રણના મોત, અનેક લોકો ઘાયલ

Text To Speech

નેશનલ ડેસ્કઃ રાજસ્થાનના પ્રખ્યાત ખાટુશ્યામજીના માસિક મેળામાં સોમવારે સવારે નાસભાગ મચી ગઈ હતી. સીકર જિલ્લામાં સ્થિત આ મંદિરમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. હાલ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે સવારે મંદિરનો પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ નાસભાગ મચી ગઈ હતી. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

ANIએ ઘટનાસ્થળની કેટલીક તસવીરો પણ શેર કરી છે. મળતી માહિતી પ્રમાણે, જ્યારે સોમવારે સવારે 5 વાગ્યે મંદિરના પ્રવેશદ્વાર ખોલ્યાં કે તરત જ ભીડના વધતા દબાણને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન અનેક મહિલા અને પુરૂષ ભક્તો નીચે પડી ગયા હતા અને તેમને ઉઠવાનો મોકો મળ્યો નહોતો. આ દરમિયાન ત્રણ મહિલાઓના મોત થયા હતા.

આ ઘટના બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણના મોત ઉપરાંત અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. સુરક્ષા વ્યવસ્થામાં લાગેલા કર્મચારીઓએ મોરચો સંભાળ્યો અને ઘાયલોને હોસ્પિટલમાં રીફર કર્યા છે. માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મૃતક મહિલામાંથી એકની ઓળખ થઈ ગઈ છે. આગળની કાર્યવાહી ચાલુ છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાકાળ પછી હવે ખાટુશ્યામમાં દર મહિને યોજાતા માસિક મેળામાં ભક્તોની સંખ્યા લાખોમાં રહી છે. પરંતુ મંદિરનો વિસ્તાર નાનો હોવાને કારણે અને દર્શનની પૂરતી સુવિધાના અભાવે અહીં દરરોજ છૂટાછવાયા અકસ્માતો થતા રહે છે.

Back to top button