અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

નમાજ પ્રકરણઃ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં ખરેખર શું બન્યું હતું? કોના દાવા સાચા?

Text To Speech

અમદાવાદ, 17 માર્ચ, 2024: શનિવારે રાત્રે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયેલી મારામારી બાદ બંને પક્ષ તરફથી અલગ અલગ દાવા થઈ રહ્યા છે. આ કેસ નમાજનો હોવાથી ધાર્મિક એંગલ આવતાં અને ઘટના દરમિયાન અમુક લોકોના ગળામાં કેસરી ખેસ દેખાતાં સરકાર અને પોલીસ વધારે એલર્ટ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

રવિવારે સવારે શરૂઆતમાં તો એવા જ સમાચાર ફેલાયા હતા કે મોટી સંખ્યામાં હિન્દુ વિદ્યાર્થીઓના જૂથે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં ઘૂસીને નમાજ પઢી રહેલા વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે મારામારી અને તોડફોડ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે પણ આ કેસમાં નિવેદન આપીને સમગ્ર કેસની પૂરી તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે. એ દરમિયાન, અન્ય એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હકીકતે મારામારીની શરૂઆત નમાજ પઢી રહેલા એક વિદ્યાર્થી દ્વારા જ કરવામાં આવી હતી. રવિવારે મોડેથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો નમાજ પઢી રહેલા વિદ્યાર્થીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે પરંતુ એ સમયે જ એક જણ મારામારી શરૂ કરી દે છે અને ત્યારબાદ કહેવાય છે કે અન્ય પક્ષ પણ ઉશ્કેરાયો હતો.

આ અંગે અંશુલ સક્સેના નામના યુઝરે તેમના સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો શૅર કર્યો છે જેમાં મારામારીની શરૂઆત કેવી રીતે થઈ હશે એવો નિર્દેશ કરવામાં આવ્યો છે.

જોકે પોલીસ પણ આ કેસમાં પૂરી તપાસ કરી રહી છે અને પોલીસ વડાએ મીડિયા સાથે વાત કરીને ઘટનાની પૂરી તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું.

 

Back to top button