ગુજરાતટોપ ન્યૂઝ

10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, જાણો ઠંડીની અંબાલાલ પટેલે શું કરી આગાહી

Text To Speech
  • ગુજરાતનું હવામાન પલટાવાની શક્યતાઓ
  • કંડલા અને ભુજમાં તાપમાન 15 ડિગ્રી
  • કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના

રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં હાલ ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. તેમજ 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. રાજકોટ અને કેશોદમાં તાપમાન 13 ડિગ્રી છે. તથા નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે.

2 જાન્યુઆરી 2024 સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શક્યતાઓ

શિયાળામાં બરાબર ઠંડી ના પડે તો તેની અસર કેટલાક શિયાળું પાક પર પડતી હોય છે. વિશેષ કરીને ઘઉં જેવા પાક ઉપર પડતી હોય છે. આ અંગે જોઈએ તો 2024ની શરૂઆતમાં જોઈએ તો આ ડિસેમ્બરના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતાઓ રહેવાની સંભાવનાઓ છે. 2 જાન્યુઆરી 2024 સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શક્યતાઓ રહેશે.

કંડલા અને ભુજમાં તાપમાન 15 ડિગ્રી

કંડલા અને ભુજમાં તાપમાન 15 ડિગ્રી સાથે ડિસામાં 15, અમદાવાદ અને વડોદરામાં 16 ડિગ્રી તાપમાન છે. તમેજ ભાવનગર અને વલ્લભવિદ્યાનગરમાં 17 ડિગ્રી તાપમાન છે. અલ નીનોની અસરનો ભારતની મોસમ ઉપર જબરો પ્રભાવ જોવા મળ્યો હતો અને હજુ પણ મે-2024 સુધી અલ નીનોનો પ્રભાવ રહેશે તેવા અવલોકનો આવે છે. આ ઉપરાંત ભારતની ઉત્તર-પશ્ચિમે જે પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ તે પણ નબળા આવતા દેશમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ જોવા મળેલ હતો તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ

જાન્યુઆરી તા.4 સુધીમાં દેશના ઉત્તર-પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્રે ફેરફાર થવાની શક્યતા રહેશે. જેમાં કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે. દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, કરા સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેતા ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં થતી બરફવર્ષાના લીધે જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.

Back to top button