પાટણમાં નાયબ મામલતદાર રુ. 5 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા


પાટણ જિલ્લાના સમી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. મિલ્કતના દસ્તાવેજોની નોંધો સહિતના અન્ય કામ કરી આપવા માટે 5 લાખ રૂપિયાની માંગ કરી હોવાનું સામે આવી રહ્યું છે. જેને એસીબીએ છટકુ ગોઠવી ઝડપી પાડ્યા છે.
એક જાગૃત ફરીયાદીએ પોતાની મિલ્કતના વેચાણ દસ્તાવેજ કરાવેલ હતા અને તે દસ્તાવેજની નોંધો કાઢી આપવા સર્કલ ઓફીસરના ચાર્જમાં હોય તેઓએ ફરીયાદી પાસે આ કામ કરી આપવા લાંચ પેટે ₹5,00,000ની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાના કારણે ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા એ ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન એસીબીએ કર્યું હતું.
આ દરમ્યાન આરોપીએ લાંચની રકમ રૂપિયા ₹5,00,000 સ્વીકારતા રંગેહાથે એસીબીએ ઝડપી પાડ્યા હતા. પાટણ એસીબીએ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસ અંગેની વધુ માહિતી અપડેટ થઈ રહી છે.
આ પણ વાંચો: મહિલા શિક્ષિકાનું શરમજનક કૃત્ય, મુસ્લિમ બાળકને વર્ગના અન્ય બાળકો દ્વારા માર ખવડાવ્યો, રાજકારણ ગરમાયું