ટ્રેન્ડિંગનેશનલ

મહાઓફર: 151 પાણીપુરી ખાશો તો 21 હજારનું ઈનામ મળશે,આટલા રુપિયા ભરો તો આખું વર્ષ ફ્રીમાં ખાઈ શકશો

Text To Speech

નાગપુર, 15 ફેબ્રુઆરી 2025: પાણીપુરી ખાવાના શોખીન લોકો માટે નાગપુરમાં એક દુકાનદારે ગ્રાહકોને અનોખી ઓફર આપી છે. દુકાન પર લખાયેલા પોસ્ટરમાં જણાવ્યું છે કે જો કોઈ ગ્રાહક એક સાથે 151 પાણી પુરી ખાશે તો તેને 21 હજારનું ઈનામ આપવામાં આવશે.

દુકાનદારે ગ્રાહકો માટે વીકલી, મંથલી, વાર્ષિક અને લાઈફટાઈમ ફ્રી પાણી પુરી ખવડાવવાની ઓફર પણ આપી છે. તેના માટે વન ટાઈમ નક્કી કરેલી રકમ આપવાની રહેશે. દુકાનદારના જણાવ્યા અનુસાર જો કોઈ ગ્રાહક આખું અઠવાડીયું ભરપેટ પાણીપુરી ખાવા માગે છે તો તેને 600 રુપિયા એક વાર જમા કરાવવા પડશે. જો કોઈ એક મહિના સુધી ખાવા માગે છે તો તેને પાંચ હજાર રુપિયા આપવા પડશે. સાથે જ 500 રુપિયા સુધી દુકાનમાં રહેલી કોઈ પણ આઈટમ ફ્રીમાં ખાવા મળશે. સતત છ મહિના સાથે ખાવા પર છઠ્ઠા મહિનામાં 30 હજાર રુપિયા ઈનામ તરીકે મળશે.

5000 જમા કરાવશો તો આખું વર્ષ ફ્રીમાં ખાઈ શકશો

દુકાનદારે વાર્ષિક ઓફર પણ આપી છે. તે અનુસાર, પાંચ હજાર રુપિયા જમા કરાવવા પર 10 હજાર રુપિયા સુધીની પાણીપુરી આખું વર્ષ ખાવા મળશે. જો કોઈ ગ્રાહક રોજ પાણીપુરી ખાશે તો તેને 95 રુપિયાની અનલિમિટેડ પાણીપુરી ખાવા મળશે.

99 હજાર જમા કરવા પર જિંદગીભર ફ્રી પાણીપુરી

પાણીપુરીના વેપારીએ 99,000 રુપિયા ચુકવવા પર આખી જિંદગી પાણીપુરી ફ્રીમાં ખવડાવવાની જાહેરાત આપી છે. આ ડિલ અંતર્ગત ગ્રાહક કોઈ પણ સમયે સ્ટોલ પર આવી શકે છે અને શરુઆતી રોકાણ બાદ મફતમાં પાણીપુરીનો આનંદ લઈ શકે છે.

આ પણ વાંચો: આવતીકાલે મહાકુંભમાં ડુબકી લગાવશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, 1000 કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ સ્નાન કરશે

Back to top button