ડ્રાઈવિંગ શીખવા જતાં મોટી દુર્ઘટના ઘટી, 15 ફુટ ઊંડા કૂવામાં કાર ખાબકી, 3 યુવકોના મૃત્યુ
નાગપુર, 12 ફેબ્રુઆરી 2025: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં ગત રાતે એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જિલ્લાના બુટ્ટીબોરી એમઆઈડીસી વિસ્તારમાં બાલભારતી મેદાનમાં એક કાર કૂવામાં જઈ પડી હતી. જે પાણીમાં ડુબાઈ ગઈ હતી. દુર્ઘટનામાં કાર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. તે લોકો ડ્રાઈવિંગ શીખી રહ્યા હતા. આ દુર્ઘટના સોમવાર રાતે 11 વાગ્યે થઈ હતી. આ દુર્ઘટનાથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોક ફેલાયો છે.
કૂવાની દીવાલ તોડી કાર અંદર ખાબકી
પ્રાપ્ત જાણકારી અનુસાર, દુર્ઘટના સમયે કારમાં ત્રણ યુવાનો બેઠા હતા. જેમાં એક ડ્રાઈવિગ શીખી રહ્યો હતો. કારની સ્પિડ ફુલ ગતિમાં હતી, તેના પર કાબૂ મેળવી શક્યો નહીં. જેના કારણે રોડની સાઈડમાં આવેલા ખુલ્લા કૂવામાં કાર ખાબકી હતી. આ કૂવો 15 ફુટ ઊંડો હતો. જેમાં કાર પડી અને ફસાઈ ગઈ, પાણી હોવાના કારણે કાર ડૂબી ગઈ, તેથી અંદર બેઠેલા યુવાનો પણ બહાર નીકળી શક્યા નહીં. આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિકોએ પોલીસને બોલાવી અને ફાયરવિભાગ તથા ઈમરજન્સી રાહત એજન્સીઓને સૂચના આપી. બાદમાં બચાવ ટીમ આવી આ લોકોને બહાર કાઢ્યા હતા. જો કે ત્યાં સુધીમાં ત્રણેય યુવકના મૃત્યુ થઈ ચુક્યા હતા.
યુવકોના પરિવારમાં માતમ છવાયો
આ હચમચાવી નાખતી ઘટનાથી મૃતક યુવકોના પરિવારમાં માતમ છવાયો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી રહી છે તથા ભવિષ્યમાં આવી ઘટનાને રોકવા માટે સુરક્ષા ઉપાય અપનાવી રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આવી ઘટના ફરી વાર ન થાય તેના માટે જાહેર જગ્યા પર અવરોધક લગાવવા તથા વધારે સુરક્ષા ઉપાય કરવા જરુરી છે.
આ પણ વાંચો: દેશનું હવામાન: આ સાત રાજ્યોમાં વરસાદ ખાબકશે, શું ફરી એક વાર ઠંડીનો રાઉન્ડ આવશે?