ટ્રેન્ડિંગધર્મ

આજે નાગપંચમીઃ જાણો કયા કામ કરવા શુભ અને કયા અશુભ?

  • સોમવાર હોવાના કારણે નાગ પંચમીનું મહત્ત્વ વધી ગયુ છે
  • કાલસર્પ દોષ, પિતૃદોષ સહિત અનેક દોષોથી મુક્તિ મેળવી શકાય છે
  • નાગની પૂજા શિવજીના આભૂષણના રૂપે જ કરવી શુભ મનાય છે

આજે નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વ દર વર્ષે શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગની વિશેષ પૂજા થાય છે. આજે સોમવાર હોવાના કારણે નાગ પંચમીનું મહત્ત્વ વધી ગયુ છે કારણ કે નાગ દેવતા શિવજીના ગણ માનવામાં આવે છે અને સોમવારનો દિવસ શિવજીને સમર્પિત છે. નાગ પંચમીના દિવસે શિવજીની પૂજા કરવાથી કાલસર્પ દોષ, પિતૃદોષ સહિત અનેક દોષોથી મુક્તિ મેળવી શકાય છે.

નાગ પંચમીનું મહત્ત્વ

હિન્દુ ધર્મમાં ઘણા વર્ષોથી નાગની પૂજા કરવામાં આવે છે. સાપનો સંબંધ કોઇને કોઇ દેવતા સાથે પણ છે. જેમ કે ભગવાન વિષ્ણુની શૈય્યા રૂપે નાગ છે તો શિવજીના ગળાનો હાર સાપ છે. તેથી નાગ પંચમીના દિવસે નાગની પૂજા કરવાનું વિધાન છે. નાગ પંચમીના દિવસે વાસુકી નાગ, તક્ષક નાગ, શેષ નાગ વગેરેની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરના દ્વાર પર નાગની આકૃતિ પણ બનાવે છે. એવી માન્યતા છે કે તેનાથી નાગ દેવતાની કૃપા રહે છે અને નાગ દેવતા ઘરની સુરક્ષા કરે છે. આ દિવસે વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરવાથી નાગ દેવતા સમગ્ર પરિવારની રક્ષા કરે છે

આજે નાગપંચમીઃ જાણો કયા કામ કરવા શુભ અને કયા અશુભ? hum dekhenge news

નાગપંચમીના દિવસે આ કામ કરવા અશુભ

  • નાગ પંચમીના દિવસે વૃક્ષ-છોડ ન કાપવા જોઇએ. આ દિવસે ભૂલથી પણ જમીનનું ખોદકામ ન કરવું જોઇએ. ખાસ કરીને તે સ્થાન પર જ્યાં નાગનું દર હોવાની સંભાવના હોય. આ દિવસે સાપને પરેશાન ન કરવા જોઇએ અને તેમને મારવા ન જોઇએ.
  • નાગ પંચમીના દિવસે સોય-દોરાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. આ દિવસે તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે કાતર, ચાકુ વગેરેનો ઉપયોગ કરવાની પણ મનાઇ હોય છે.
  • નાગ પંચમીના દિવસે નાગની સ્વતંત્ર પૂજા ન કરવી જોઇએ. તેની પૂજા શિવજીના આભૂષણના રૂપે જ કરવી શુભ માનવામાં આવે છે.

નાગપંચમીના દિવસે કરો આ કામ

  • નાગ પંચમીના દિવસે ઘરના મુખ્ય દરવાજાની બહાર ગાયના છાણમાંથી સાપનો આકાર બનાવી તેના પર દૂર્વા ચઢાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી સાપ ઘરમાં પ્રવેશતા નથી અને ખરાબ શક્તિઓનો નાશ થાય છે. આર્થિક લાભ પણ થાય છે.
  • નાગ પંચમીના દિવસે, ‘ઓમ કુરુ કુલ્લે ફટ્ સ્વાહા’ આ મંત્રનો જાપ કરતી વખતે, વ્યક્તિએ નાગ દેવતાની પૂજા કરવી જોઈએ. તેના કારણે કાલસર્પ દોષની અસર હળવી થાય છે.
  • નાગ પંચમીની પૂજામાં લીમડો, કાકડી, લીંબુ, દહીં અને ચોખાને મિક્સ કરીને વિશેષ વાનગી બનાવીને સાપ અને પરિવારના દેવતાને અર્પણ કરો. આ પછી આ પ્રસાદ લો, તેનાથી સ્વસ્થ રહેવાના આશીર્વાદ મળે છે. આ દિવસે નાગ દેવતાને ડાંગરનો પ્રસાદ પણ અર્પણ કરવો જોઈએ.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશનું આ મંદિર નાગપંચમી પર માત્ર એક દિવસ માટે જ ખુલે છે, જાણો તેની માન્યતાઓ

Back to top button