મધ્ય ગુજરાત

કર્ણાવતી કલબમા સળંગ ચોથીવાર N.G.Patel નો વિજય વાવટો

Text To Speech

અમદાવાદની સાથે સાથે ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત તેમજ જૂના અને જાણીતા કલબ કર્ણાવતી કલબમાં સતત ચોથી વખત પ્રમુખ તરીકે નગીનભાઈ જી પટેલ (N.G.Patel)ની પસંદગી થઈ છે. ફરી એક વખત કલબના સભ્યોએ નગીનભાઈ પટેલ અને તેમની ટીમ પર વિશ્વાસ રાખીને તેમના હાથમાં કમાન સોંપી છે.

karnavati Club Election 021
પ્રમુખ નગીન જી પટેલ

આ સાથે જ કેતન બી. પટેલની માનદમંત્રી તરીકે જ્યારે જયેશ મોદી, નિમેષ પટેલ, અને સતીષ શાહની ઉપપ્રમુખ તરીકે પસંદગી થઈ છે.

karnavati Club Election
પ્રમુખ સાથે કમિટિના સભ્યો

સતત કાર્યશીલ નગીનભાઈ પટેલ કલબના ઉત્થાન માટે કામ કરતાં રહ્યા છે. કર્ણાવતી કલબ લાંબા સમયથી તેની સ્પોર્ટસ એક્ટિવીટી માટે જાણીતું છે. જેમાં સભ્યોના હિત માટે નગીનભાઈ પટેલ સતત કાર્યરત રહ્યા છે.

karnavati Club Election 023
કર્ણાવતી ક્લબના સભ્યો

તેમના દ્વારા નવી નવી સ્પોર્ટસ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવાની વિશેષ રૂચિ રહી છે. તેમના દ્વારા જ મેમ્બરોને એકસાથે જોડીને કાર્યક્રમમો કરવાની પણ તેમની આવડત રહી છે.

karnavati Club Election 010

આ ઉપરાંત કમિટી મેમ્બરની ટીમમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે અજય ઠક્કર અને આશિષ દેસાઈના નામની પસંદગી થઈ છે. આગામી સમયમાં નગીનભાઈ પટેલની ટીમ કલબમાં વધુ સારી કામગીરી કરી શકે તેના માટે સભ્યોએ તેમનામાં વિશ્વાસ મુક્યો છે.

karnavati Club Election 035

આ ઉપરાંત આ ટીમ ટુંક સમયમાં વર્લ્ડ ક્લાસ સેવાઓ સાથેની નવી જ ક્લબ બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે.

karnavati Club Election 033

Back to top button