ટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષવીડિયો સ્ટોરી

‘દરેક સ્કૂલમાં હોય આવા શિક્ષક’, નાગાલેન્ડના મંત્રીએ શેર કર્યો VIDEO

Text To Speech

નાગાલેન્ડ – 27 ઑગસ્ટ : નાગાલેન્ડના મંત્રી અને બીજેપી નેતા ટેમજેન ઇમ્મા અલોન્ગના સેન્સ ઓફ હ્યુમરના ઘણા લોકો ફેન છે. તે દરેક વાતને  મજાકીયા અંદાજમાં જણાવવા માટે જાણીતા છે. મંત્રીનો આ જ અંદાજ ઇન્ટરનેટની જનતાને ખૂબ જ પસંદ આવે છે. અત્યારે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટ ઘણી ચર્ચામાં છે. જેના પર યૂઝર્સ જાત જાતની કોમેન્ટ કરી રહ્યાં છે.

43 વર્ષીય ટેમજેન નાગાલેન્ડના ઉચ્ચ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં શાળામાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકના ઇન્ટરેક્ટિવ લર્નિંગની ઝલક જોઈ શકાય છે. તેમણે કેપ્શન આપ્યું છે કે, આવી શિક્ષણ વ્યવસ્થા દરેક શાળામાં હોવી જોઈએ. આ ઉપરાંત દરેક શાળાને આવા શિક્ષકોની જરૂર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દરેક વિદ્યાર્થીના ડેસ્ક પર અલગ-અલગ શાકભાજી રાખવામાં આવે છે. આ પછી, શિક્ષક એક પછી એક તે બાળકો પાસે જાય છે અને તેમને નામથી શાકભાજી ઓળખવાનું કહે છે.

બીજેપી નેતાના જણાવ્યા અનુસાર, આવી નવીન શિક્ષણ પદ્ધતિઓ વિદ્યાર્થીઓની ઝડપી યાદ કરવાની ક્ષમતાને તો સુધારે જ છે પરંતુ તેમને ભારતમાં જોવા મળતી વનસ્પતિની સમૃદ્ધ વિવિધતાનો પરિચય પણ કરાવે છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ પોસ્ટને 62 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. મંત્રી ટેમજેને વિડિયો દ્વારા વ્યવહારિક શિક્ષણની અસર સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

આ રીતે ટેમજેન દરેકના પ્રિય બની ગયા
મંત્રી ટેમજેન ઈમ્નાને પહેલા બહુ ઓછા લોકો જાણતા હતા. પરંતુ ગયા વર્ષે, ‘નાની આંખોના ફાયદા’ ગણાવતા તેમના એક નિવેદને તેમને દેશભરમાં લોકપ્રિય બનાવ્યા હતા. ઉત્તર-પૂર્વના લોકોની નાની આંખો વિશે તેમણે કહ્યું હતું કે તેના ઘણા ફાયદા છે. સૌ પ્રથમ, આંખોમાં ઓછો કચરો જાય છે. બીજું, જો તમે સ્ટેજ પર ઉંઘશો, તો તમારી નોંધ પણ નહિ લેવાય. પણ અમારી દૃષ્ટિ ખૂબ જ સારી હોય છે.

આ પણ વાંચો : જીવનમાં મોબાઈલની જરુર કેમ છે? બાળકે પોસ્ટ દ્વારા સમજાવ્યું, વાંચો અહીં

Back to top button