સામંથા સાથે ડિવોર્સ પર નાગા ચૈતન્યએ પહેલી વાર આપ્યું રિએક્શન
![સામંથા સાથે ડિવોર્સ પર નાગા ચૈતન્યએ પહેલી વાર આપ્યું રિએક્શન hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2023/04/naga-samantha1.jpg)
- નાગા ચૈતન્યએ પહેલીવાર સામંથા સાથેના પોતાના ડિવોર્સ અંગે વાત કરી છે. નાગા ચૈતન્યએ કહ્યું છે કે બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે
8 ફેબ્રુઆરી, ચેન્નાઈઃ દક્ષિણ સ્ટાર નાગા ચૈતન્યએ ગયા વર્ષે શોભિતા ધુલિપાલા સાથે બીજા લગ્ન કર્યા હતા. અગાઉ તેણે અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2021માં, બંને ડિવોર્સ લઈને અલગ થઈ ગયા. હવે તાજેતરમાં નાગા ચૈતન્યે પહેલીવાર સામંથા સાથેના પોતાના ડિવોર્સ અંગે વાત કરી છે. નાગા ચૈતન્યએ કહ્યું છે કે બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે અને અલગ થયા પછી તેમને એકબીજા માટે ખૂબ માન છે.
અમારા છૂટાછેડા એક મુદ્દો બની ગયો છે!
રો ટોક્સ વિથ વીકે પોડકાસ્ટમાં સામેલ થયેલા નાગાએ ભૂતપૂર્વ પત્ની સામન્થા સાથેના ડિવોર્સ પર કહ્યું કે અમે બંને અમારા અલગ રસ્તે જવા માંગતા હતા. એટલા માટે અમે અલગ થવાનો નિર્ણય લીધો અને અમે એકબીજાનો આદર કરીએ છીએ. અમે આપણા જીવનમાં આગળ વધી રહ્યા છીએ. મને સમજાતું નથી કે આનાથી વધુ સ્પષ્ટતાની શા માટે જરૂર છે. મને આશા છે કે લોકો અને મીડિયા તેનું સન્માન કરશે. અમે અમારી પ્રાઈવસી માંગી છે, કૃપા કરીને તેનો આદર કરો અને અમને પ્રાઈવસી આપો, પરંતુ કમનસીબે, તે ચર્ચાનો વિષય બની ગયો છે… તે મનોરંજન અથવા ગપસપનો વિષય બની ગયો છે.
નાગા ચૈતન્યએ વધુમાં કહ્યું કે, હું અને તે ખૂબ ગ્રેસ સાથે આગળ વધી રહ્યા છીએ. અમે અમારું જીવન જીવી રહ્યા છીએ. મને ફરીથી પ્રેમ મળ્યો છે અને હું ખૂબ ખુશ છું. અમે એકબીજાનો આદર કરીએ છીએ… અને એવું નથી કે ફક્ત મારા જીવનમાં સારી વસ્તુઓ જ બની રહી છે, તો પછી મારી સાથે ગુનેગાર જેવો વ્યવહાર કેમ કરવામાં આવે છે?
હું સંબંધ તોડતા પહેલા હજાર વાર વિચારીશ
અભિનેતાએ આગળ કહ્યું, ‘લગ્ન તોડવાનો નિર્ણય ઘણો વિચાર કર્યા પછી અને ખૂબ આદર સાથે લેવામાં આવ્યો હતો. આ મારા માટે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. હું એક તૂટેલા પરિવારમાંથી આવું છું જ્યાં મેં આ બધું જોયું છે… તેથી મને ખબર છે કે તેનો અનુભવ કેવો હોય છે. સંબંધ તોડતા પહેલા હું હજાર વાર વિચારીશ કારણ કે મને તેના પરિણામો ખબર છે. તે અમારા માટે સંપૂર્ણપણે પરસ્પર નિર્ણય હતો.
ઉલ્લેખનીય છે કે નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુના લગ્ન 6 ઓક્ટોબર 2017 ના રોજ થયા હતા. તેમના લગ્ન લગભગ ચાર વર્ષ ચાલ્યા હતા.6 ઓક્ટોબર 2021 ના રોજ નાગા ચૈતન્ય અને સામંથાએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોઃ રાજકુમાર રાવે પત્ની પત્રલેખા સાથે ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી, જુઓ Photo