નાડીદોષના ફરાર પ્રોડ્યુસર મુન્ના શુક્લાના સાળા દેવેશ તિવારીની ધરપકડ
શુક્લ શોબિઝના નામે બહુચર્ચિત ગુજરાતી ફિલ્મો રાડો, નાડીદોષ, લોચા-લાપસી તથા મરાઠી અને પંજાબી ફિલ્મ પ્રોડ્યુસ કરી રાતોરાત જાણીતા બનેલા પ્રદીપ ઉર્ફે મુન્નો શુક્લા વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોન્ઝી સ્કીમ શરૂ કરી કરોડોની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાયો હતો. મુન્ના સાથે જ ફરાર થઇ ગયેલા તેના સાળા દેવેશ તિવારીને આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી લીધો હતો.
આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર યાત્રીઓની અવરજવરનો આંકડો જાણી રહેશો દંગ
રોકાણકારો સાથે ૨.૪૩ કરોડની છેતરપિંડી
ગત ૧૮મી જાન્યુઆરીએ અડાજણ ભરૂચા સોસાયટીમાં રહેતી રેખાબેન બુંદેલા અને તેના ભત્રીજા સહિતના ૨૫ વ્યક્તિઓએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. વેસુ વી. આઇ.પી. રોડ ઉપર એમ્બ્રોસીયા બિઝનેસ હબમાં શુકુલ ગ્રુપ ઓફ કંપનીના નામે શુકુલ વેલ્થ એડવાયઝરી, શુકુલ વેલ્થ ક્રિએટર LLPના મથાળા હેઠળ મની ફાઉન્ડર અને ડેઇલી ગેટની સ્કીમમાં આ મહિલા અને સંબંધીઓએ કરોડોનું રોકાણ કર્યું હતું. મહિને ચાર ટકાના વળતરની લાલચ આપી રોકાણકારો સાથે ૨.૪૩ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:રેર કેસ : મસલ્સના TBથી કિશોરીને છાતીમાં કાણું પડતા ધબકતું ‘હૃદય’ દેખાયુ!
પંજાબીમાં મિત્રાનું શોખ હથિયારદા સહિતની ફિલ્મ બનાવી
પોલીસે પ્રદીપ ઉર્ફે મુન્ના શુકુલ વિદ્યાધર શુક્લા (રહે, ૩૩ જલારામ રો હાઉસ, ફીડર રોડ, તલોધગામ બીલીમોરા, જિલ્લા, નવસારી) અને તેની ટોળકીના ધનજંય ભીખુ બારડ (રહે, અજોયા, વેરાવળ), દેવેશ સુરેન્દ્ર તિવારી (રહે, નક્ષત્ર સોલીટર, પાલ), સંદીપ મનુ પટેલ, વિમલ ઇશ્વર પંચાલ (રહે. ગાર્ડન સિટી, કોસમડીગામ, અંકલેશ્વર), મયુર ઘનશ્યામ નાવડિયા (રહે. બ્રહ્મલોક સોસાયટી, ડભોલી) અને હેપ્પીબેન કિશોર કાનાણી (રહે, કેવલધામ એપા., પુણાગામ)ની વિરુદ્ધ ગુનો નોંધી હેપ્પી કાનાણી, મયૂર નાવડિયા અને વિમલ પંચાલને દબોચી લીધા હતા. શુકુલ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં દેવેશ આઇ.ટી. હેડ હતો. પ્રદીપ અને તેનો સાળો દેવેશ તિવારી છેલ્લા બે મહિનાથી થાણેમાં છુપાઇને રહેતો હતો. દરમિયાન સુરત આવતા જ ઇકો સેલ દ્વારા દેવેસને ઝડપી લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર તરીકે જણીતું નામ છે. શુકુલ શો-બિઝના બેનર હેઠળ તેમણે ગુજરાતની બહુચર્ચિત ફિલ્મ રાડો, નાડીદોષ, લોચા લાપસી તથા મરાઠીમાં કલરફુલ અને પંજાબીમાં મિત્રાનું શોખ હથિયારદા સહિતની ફિલ્મ બનાવી છે.
આ પણ વાંચો:ભરૂચ: મુંબઈ તરફ્ની બંને તરફનો ટ્રેન વ્યવહાર થંભી ગયો
૧૫ કરોડની છેતરપિંડીના ગુનામાં ધરપકડ
ગત અઠવાડિયે સી.આઇ.ડી. ક્રાઇમે બીલીમોરાની લાઇફ ટાઇમ ગ્રુપના સંદીપ મનુ પટેલ (રહે. ગણદેવી, નવસારી) સહિત ચાર ડિરેક્ટરની ૧૨૦૦ રોકાણકારો સાથે ૧૫ કરોડની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી હતી. સંદીપ પણ મુન્નાની આઠ પોન્ઝી સ્કીમમાં ડિરેક્ટર હોઇ ઇકો સેલ દ્વારા તેનો પણ જેલમાંથી કબજો મેળવાયો હતો.