નડિયાદઃ વિશ્વ સામાજીક ન્યાય દિવસની જિલ્લા ન્યાયાલય દ્વારા ઊજવણી
નડિયાદ, 20 ફેબ્રુઆરી : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન. એ. અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષીનાં નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જે.આર.પંડિત દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જેના ભાગરૂપે તા.૨૦/૦૨/૨૦૨૪ નાં રોજ “WORLD DAY SOCIAL JUSTICE – વિશ્વ સામાજીક ન્યાય દીન” ની ઉજવણી અંતર્ગત પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે અભ્યાસ કરતાં વિધાર્થીઓને બાળકો – મહિલાઓને લગતાં કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશેની માહિતી આપવાના હેતુસર એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના પેરા લીગલ વોલન્ટીયર આર. આર. સોલંકી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ માહિતી અને સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ એવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ ડી બી. જોષી દ્વારા “WORLD DAY SOCIAL JUSTICE – વિશ્વ સામાજીક ન્યાય દિન” ઉજવણીનો હેતુ, બાળકો – મહિલાઓને લગતા કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ માહિતી અને સમજ આપીને સૌ વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ આપી હતી.
આ પણ વાંચો : આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાવ, કોઈ પણ ગેરંટી વગર મળશે પૈસા!