ગુજરાતચૂંટણી 2022

નડિયાદ : કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ

Text To Speech

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આજે કુલ 323.2 કરોડના ખર્ચે તૈયાર થયેલ 192 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે કર્યું હતું. જેમાં નડિયાદ તાલુકામાં રૂ. 1.72 કરોડના ખર્ચે 37 લોકાર્પણ અને 59 ખાતમુહૂર્ત, વસો તાલુકામાં રૂ. 0.254 કરોડના ખર્ચે 29 લોકાર્પણ અને 19 ખાતમુહૂર્ત અને મહુધા તાલુકામાં 0.264 કરોડના ખર્ચે 14 લોકાર્પણ અને 34 ખાતમુહૂર્તના કરવામાં આવ્યા હતા.

દેવુસિંહે કરી લોકશાહીમાં સરકાર અને જનતાના સહસંબંધની વાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સરકારના આવતીકાલે એક વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે લોકશાહીમાં સરકાર અને જનતાના સહસંબંધની વાત કરતા કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે રાજ્યમાં તમામ ક્ષેત્રે થયેલી માળખાકીય સુવિધાઓ અને વિકાસકાર્યો માટે રાજ્ય સરકારનો ભગીરથ પ્રયાસ અને તેના પરિણામે ઉભો થયેલો જનવિશ્વાસ ચાવીરૂપ છે. સમાજ જીવનમાં આવેલું પરિવર્તન, જનતાનો અનુભવ, અને અપેક્ષાઓમાં થયેલી વૃદ્ધિને પહોંચી વળવામાં સરકાર સતત સફળ રહી છે.

નડિયાદના વિકાસ કામને પીએમ બન્યાના ચૌદમાં દિવસે જ નરેન્દ્રભાઈએ મંજૂરી આપી હતી

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોમાં રહેલા તફાવતની રૂપરેખા આપતા મંત્રી દેવુસિંહ ચૌહાણ એ જણાવ્યું કે ગુજરાત સરકારની પ્રોએક્ટિવ નીતીને કારણે રાજ્ય સરકાર દ્વારા જન કલ્યાણના પ્રશ્નોનું સુચારુ નિરાકરણ આવતું રહ્યું છે. આ બાબતે તેમણે રેલ ટ્રેક માટેના ઓવર બ્રિજ અને અંડર બ્રિજનું ઉદાહરણ આપતા જણાવ્યું કે ઓવરબ્રિજ અને અંડર બ્રિજ કેન્દ્ર સરકારના 50% અને ગુજરાત સરકારના 50%ની ભાગીદારીથી અને કેન્દ્ર સરકારની મંજૂરીથી બનાવાય છે. તે અંતર્ગત નડિયાદ શહેરનો ઓવરબ્રિજ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ને 14મા દિવસે મંજૂરી આપી દીધી હતી. જ્યારે ગુજરાત સરકારે સો ટકા રકમ આપતા માત્ર કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની હતી. અને તે ઓવર બ્રિજ બનતા કિડની હોસ્પિટલથી દરી સુધી જતા અગાઉ રેલ્વે ફાટકને કારણે આમ પ્રજાને હાલકી ભોગવી પડતી હતી. પરંતુ ઓવરબ્રિજ બનતા જ આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું.

અત્યારે ગામડામાં ઘેર ઘેર નળ આવ્યા જેને કારણે ઘરમાં 24 કલાક પાણી મળતું થયું

દેવુસિંહે ચૌહાણે વધુમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણના અભિગમને બિરદાવી અગાઉ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ ઓછા હતા. પરંતુ સરકારના અભિગમ અને વહીવટી તંત્રની સતર્કતાને કારણે સો ટકા વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે. આ ઉપરાંત પાણીની વાત કરતા જણાવ્યું કે નર્મદા યોજના પૂર્ણ થવાથી પીવાના પાણીની અને ઉદ્યોગો માટે તેમજ ખેતી માટે પાણીની સમસ્યા હલ થઈ છે. અત્યારે ગામડામાં ઘેર ઘેર નળ આવ્યા જેને કારણે ઘરમાં 24 કલાક પાણી આવે છે. બહેનો બાળકો કે ખેતરેથી આવેલો ખેડૂત ઘરમાં નળ ચાલુ કરે, અને તરત પાણી આવતું હોય. તેવા પરિવર્તન સાથે 20 વર્ષમાં આ સરકારે પ્રજાનો વિશ્વાસ જીત્યો છે.

Back to top button