નડિયાદ : શિક્ષકના બંધ મકાનમાં ત્રસ્કરો ત્રાટક્યા, વિદ્યાર્થીઓના ફી પેટે આવેલા નાણાં સહિત 6.94 લાખની ઉઠાંતરી
નડિયાદ તાલુકાના પાલૈયામાં ચોરીની ઘટના સામે આવી છે. કેટલાક ઈસમોએ શિક્ષકના મકાનને નિશાન બનાવી કુલ 6.94 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે ચકલાસી પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ તસ્કરોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શિક્ષકના ઘરે 6.94 લાખની ચોરી
મળતી માહીતી મુજબ નડિયાદ તાલુકાના પાલૈયામાં ગણેશપુરા તાબે (મૂળ રાજસ્થાન) રહેતાં પન્નાલાલ ધર્મચંદ વ્યાસ નડિયાદ રોડ પર આવેલી બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત 21 મે ના રોજ પરિવાર સાથે પોતાના વતન રાજસ્થાન મુકામે ગયાં હતાં. આ દરમિયાન તસ્કરો તિજોરીના લોકરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ તેમજ ટી.વી મળી કુલ 6.94 લાખના મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
ચકલાસી પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાંન કર્યા
જે બાદ શિક્ષકને 23 મે ના રોજ સાંજના સમયે એકાએક તેમની જમીન ખેડતાં દિપકભાઈ સોલંકીનો ફોન કરી જણાવ્યું હતુ કે તમારા ઘરને તાળુ નથી. અને તે રાજસ્થાન સ્થિત ઘર માલિકને વિડિયો કોલ મારફતે બતાવ્યું હતું.જેમાં તિજોરી ,પલંગ વેર વિખેર પડ્યાં જોતા ઘર માલિક એકાએક ગણેશપુરા આવી પહોચ્યા હતા.ઘરે આવી જોતાં વિદ્યાર્થીની ડિપ્લોમા ફી પટે આવેલા રુ. 1.92 લાખ તથા રોકડ 2 લાખ મળી 3 લાખ 92 હજાર તેમજ સોના-ચાંદીના સિક્કા, એલ.ડી ટીવી સહિત કુલ 6 લાખ 94 હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ હતા.જેથી ચોરીનો ભોગ બનનાર શિક્ષકે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : RTE હેઠળ પારદર્શી રીતે અપાયો પ્રવેશ, ખોટી રીતે પ્રવેશ મેળવેલ 621 બાળકોનો પ્રવેશ કરાયો રદ