ગુજરાતટ્રેન્ડિંગ

નડિયાદ: રેશનિંગની દુકાનનું હજારો કિલો અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

Text To Speech
  • રૂ. 16.50 લાખનો દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ કરી નાખ્યો
  • 16 હજાર કિલો અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યાનું સામે આવ્યું
  • આ મામલે ખાતાકીય રાહે તપાસ ચાલી રહી છે

ગુજરાતના નડિયાદમાંથી રેશનિંગની દુકાનનું હજારો કિલો અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયુ છે. નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી પાસેની ચાર્જવાળી અને છાંટિયાવાડ સ્થિત સસ્તા અનાજની દુકાનનો પરવાનો પ્રિયાંક પટેલને અપાયો હતો.

16 હજાર કિલો અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યાનું સામે આવ્યું

ફરિયાદના પગલે મામલતદાર સહિતની ટીમની તપાસમાં ગરીબોના ભાગના 16 હજાર કિલો અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યાનું સામે આવ્યું હતું. જેથી જિલ્લા પુરવઠા વિભાગે પ્રિયાંક પટેલને રૂ.16.50 લાખનો દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ કર્યો છે.

યોગ્ય પ્રમાણમાં જથ્થો ન આપવા આવતો હોવાની ફરિયાદો ઉઠી

નડિયાદમાં છાંટીયાવાડ વિસ્તારમાં પ્રિયાંક પટેલ નામનો વ્યક્તિ સસ્તા અનાજની દુકાનનો પરવાનો ધરાવતો હતો. એકાદ વર્ષ પહેલા નડિયાદના કબ્રસ્તાન ચોકડી નજીક આવેલી સંજય સચદેવની સસ્તા અનાજની દુકાન પર ગાંધીનગરની ટીમે દરોડો પાડયો હતો અને આ દુકાનમાં ગેરરીતિ જણાતા સંજય સચદેવનો પરવાનો રદ કર્યો હતો. આ દુકાનનો ચાર્જ છાંટીયાવાડ સ્થિત પ્રિયાંક પટેલને સોંપી દેવાયો હતો. જો કે, પ્રિયાંક પટેલ દ્વારા પણ લાભાર્થીઓને યોગ્ય પ્રમાણમાં જથ્થો ન આપવા આવતો હોવાની ફરિયાદો ઉઠી હતી.

રૂ. 16.50 લાખનો દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ કરી નાખ્યો

જેથી નડિયાદ મામલતદાર અને તેમની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં ગરીબ લાભાર્થીઓના ભાગના 16 હજાર કિલો અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યો હોવાનું સામે આવ્યું હતું. આટલી મોટી માત્રામાં અનાજનો જથ્થો પ્રિયાંક પટેલે કોને વેચી માર્યો તેની સરકારી તંત્રને કોઈ જાણ કેમ ન થઈ? તે મહત્વના પ્રશ્ન સામે આવ્યા છે. જો કે, આ મામલે ખાતાકીય રાહે તપાસ ચાલી રહી હતી અને ગેરરીતિ સાબિત થતા આ મામલે પ્રિયાંક પટેલને જિલ્લા પુરવઠા વિભાગે 16.50 લાખનો દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ કરી નાખ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વયસ્કો-દિવ્યાંગોને ઘરથી મતદાન કરવાની સુવિધા નહીં

Back to top button