નડિયાદ : સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મળ્યા નવજાતના શરીરના અંગો
ખેડા જિલ્લામાં આજે રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં નડિયાદ તાલુકાના કણજરી ગામે નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી છુટા અંગો સાથે નવજાત બાળક મૃત મળી આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમા અરેરાટી મચી જવા પામી છે.
સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાત શિશુના ક્ષત વિક્ષિત હાલતમાં અંગો મળ્યા
રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના નડિયાદ નજીક આવેલા કણજરી ગામેથી સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદની કણજરી નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાત બાળકના છુટા અંગો અને મૃત બાળક મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામ કરતા મજૂરે આ અંગે સુપરવાઇઝરને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર દોડી આવ્યા હતા. આ મામલે ચકલાસી પોલીસમાં સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામા આવી છે. આ નવજાત બાળકને પોતાનું પાપ છુપાવવા ત્યજી દેવાયું હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચો : સુરતની ધારુકા કોલેજમાં સ્લેબ થયો ધરાશાયી, 2 શ્રમિકોના મોત, 1 સારવાર હેઠળ
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
આજના સ્વતંત્રતા દિવસના દિવસે ખેડા જિલ્લાના નડિયાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નડિયાદના કણજરી ગામે આજે કણજરી નગરપાલિકામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રોજની જેમ આજે ફરી શરૂ કરવામા આવ્યો હતો. કામદારો આ કામ કરી રહ્યા હતા આ દરમિયાન એક મજૂરની નજરમાં કંઈક અજુગતુ પડ્યુ હોય તેવુ દેખાયુ હતું, તેને ધ્યાનથી જોયું તો તે નવજાત શિશુના માનવ અંગો હતો. નવજાત શિશુના ટુકડા જોઈને કામદારો પણ ચોંકી ગયા હતા. અને પ્લાન્ટમા કામ કરતાં કર્મીએ સુરવાઈઝરને આ અંગે જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને આ મામલે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અનોખો સંયોગ ! આજે શહીદ મહિપાલસિંહનો બર્થ-ડે અને આજે જ 12મું