દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં પાછલા અનેક દિવસોથી ચોક્કસ અસામાજીક અને સાંપ્રદાયિક શાંતિનાં દુશ્મન તત્વો દ્વારા એનકેન પ્રકારે લોકોની ધાર્મિક લાગણીઓ સાથે ચેડા કરી તેને દુભાવી, વૈમન્સ અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વાત પ્રતિત છે. નજીકનાં ભૂતકાળમાં હિન્દુ યુવકની ચોક્કસ ધાર્મિકતા ની આડમાં હત્યા, રામ જન્મનાં પ્રોસેસન પર અનેક શહેરોમાં પથ્થરમારો, રાષ્ટ્રીય ધરોહર સમાન સન્માનિય નેતાની મૂર્તિ ખંડનની ધટના જેવી અનેક બાબતો આ મેલીમુરાદ ઘરાવતા તત્વોની ચાલ ઉજાગર કરે છે, ત્યારે આજે ફરી આવા અસામાજીક તત્વો દ્વારા રાજ્યની શાંતીને પલીતો ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
રાજ્યનાં નડિયાદ શહેરમાં આવેલા જાગેશ્વર હનુમાન મંદિરની હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાઇ હોવાની વિગતો સામે આવી રહી છે. એક્ટિવા પર આવેલા અજાણ્યા અહીંના હિન્દુ શ્રધ્ધા અને આસ્થાના એપી સેન્ટર સમા જાગેશ્વર હનુમાન મંદિરમાં પ્રવેસી મંદિરમાં પ્રતિષ્ઠિત હનુમાનજીની પ્રતિમા ખંડિત કરીને ફરાર થઇ ગયા હતા. હિન્દુ મંદિરમાં ભાગવાનની મૂર્તિ ખંડિત કરવામાં આવી હોવાની વાત વાયુ વેગે શહેમમાં પ્રસરી જતા લોકોમાં ભારે રોષ અને કોમી અશાંતિ જોવામાં આવી રહી છે. લોકોની ધાર્મિક લાગણી દુભાતા સમગ્ર શહેર અને રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાધાતો જોવામાં આવી રહ્યા છે.
ઘટનાની નજાકતતાને ધ્યાનમાં રાખી ખેડા-નડિયાદ પોલીસનો કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વાત વધુ વણસે નહી તેની બનતી કોશિશ સાથે તકેદારી લઇ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સાથે જ પોલીસ દ્વારા આ ઘટનાને અંજામ આપનાર અસામાજીક તત્વોને ઝેર કરવા માટેનાં ચક્રો પણ ગતીમાન કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે નડિયાદ તાલુકાના મહોળેલ ગામે બે વર્ષ પૂર્વે 4 દિવસમાં ગામમાં આવેલ મંદિરોમાં પ્રતિષ્ઠિત હનુમાનજીની મૂર્તિઓને કોઇ અજાણ્યા શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવતાં ચકચાર મચી ગયો હતો. તે સમયે પણ 7 માંથી 5 મૂર્તિઓમાં હનુમાનજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવતાં ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.